1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન 14મી ફેબ્રુઆરીથી દોડતી થશે

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન 14મી ફેબ્રુઆરીથી દોડતી થશે

0
Social Share

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ઘટતા હવે દેશમાં જનજીવન પાટે ચડી રહ્યું છે. દેશનું હાર્ટ ગણાતા રેલ વ્યવહાર પણ હવે ધીમે-ધીમે શરૂ થઈ રહ્યો છે. દરમિયાન તા. 14મી ફેબ્રુઆરીથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંક્રમણ ઘટતા હવે રેલ વ્યવહાર હવે ધીરે-ધીરે રાબેતા મુજબ થઈ રહ્યો છે. દરમિયાન પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરી 2021 થી અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ રોગચાળાને લીધે મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે, 24 નવેમ્બર 2020 ના રોજ આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા સ્થગિત કરવામાં આવી હતી.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ 15:50 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 22:05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 06.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 13:05 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ સેવાઓ શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે 14 ફેબ્રુઆરી 2021 થી ચાલશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code