Homeગુજરાતીઉનાળાનું અમૃત ફળ છે સક્કર ટેટી - બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબજ ગુણકારી

ઉનાળાનું અમૃત ફળ છે સક્કર ટેટી – બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબજ ગુણકારી

  • સક્કર ટેટી ખાવાના અનેક ફાયદા
  • અનેક બીમારીમાં આપે છે રાહત

ઉનાળાની સિઝન આવતાની સાથે જ બજારોમાં રસ વાળા ફળોનું આગમન થતું હોય છે જેમાં તરબુંચ, દ્રાક્ષ અને સક્કર ટેટી વધુ પ્રમાણમાં જોવા મળે છે, આમ તો સક્કર ટેટીનું મૂળ નામ તો ટેટી જ છે ,પરંતુ તેમાં રહેલી સાકર જેવી મીઠાશને કારણે તેને સક્કર ટેટી કહવામાં આવે છે.તેને ખાવાથી શારીરિક ફાયદાઓ થાય છે,

જાણો ટેટી ખાવાના ફાયદા

  • ટેટી ખાવાથી બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક બિમારીઓમાંથી રાહત મળી શકે છે
  • બ્લડ પ્રેસર, આંખોની તકલીફ, અસ્થમા, શરીરના સોજા વગેરે અનેક માટે તે ઉપયોગી છે
  • ખાસ કરીને સક્કર ટેટીનો પલ્પ માથામાં લગાવવાથી તે કુદરતી હેર-કન્ડીશનરનું પણ કામ કરે છે.
  • આંખો માટે સક્કર ટેટી ખૂબ ઉપયોગી છે. આંખોના મહત્વના હિસ્સા એવા રેટિનાનો ઉંમર વધતાં ઘસારો થાય છે. સક્કર ટેટીમાં ઝેક્સેન્થીન નામનું એન્ટિ-ઓક્સિડન્ટ આવેલું છે, જે આ ઘસારાને અટકાવે છે.
  • સક્કર ટેટીમાં પ્રચૂર માત્રામાં રહેલું બીટા-કેરોટીન અને વિટામીન–સી અસ્થમા સામે રક્ષકરૂપ રહે છે.
  • પોટેશિયમ વિટામીન-સી ને કોલાઇન નામનું તત્વ સક્કર ટેટીમાં રહેલું હોવાથી તે હૃદયને લગતી અનેક તકલીફોમાં ઉપયોગી રહે છે.
  • ખાસકરીને બ્લડ પ્રેશના દર્દીઓ માટે ટેટી દવાનું કામ કરે છે
  • સક્કર ટેટી રેસાયુક્ત અને પાણીયુક્ત હોવાથી પાચનતંત્ર સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જે વ્યક્તિઓને કબજિયાત રહેતી હોય, તેમણે પણ સક્કર ટેટી ખાવી જોઇએ.
સંબંધિત લેખો

Most Popular