Homeગુજરાતીગુજરાતનર્મદા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયામાં 92 ટકાનો ઘટાડો થતાં રાજ્યમાં પ્રથમસ્થાન

નર્મદા જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયામાં 92 ટકાનો ઘટાડો થતાં રાજ્યમાં પ્રથમસ્થાન

રાજપીપળા, 15 ઓગસ્ટ 2026 : 92% reduction in dropout rate in Narmada district નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર રાજ્યમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.  તેવી જ રીતે આજે જિલ્લાના 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને સમગ્ર રાજ્યમાં ફરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શાળાથી ડ્રોપ થયેલા બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ફરી જોડવા ગયા મહિને સમરસ વિદ્યાસેતુ મેગા અભિયાનનો રાજ્યવ્યાપી આરંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત આવાં બાળકોની ઓળખ કરી બાળકોના વાલીઓમાં અને સમાજમાં સમજણ પુરી પાડી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને રાજપીપળાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી  ઈશ્વરસિંહ પટેલે સન્માનિત હતા.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ-2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

સંબંધિત લેખો

Most Popular