વિરુદ્ધ આહાર બની શકે છે ઝેર સમાન: ભૂલથી પણ સાથે ન ખાઓ આ વસ્તુઓ
આજની ભાગદોડભરી લાઈફસ્ટાઈલ અને ફાસ્ટ ફૂડના જમાનામાં આપણે સ્વાદ પાછળ એટલા આંધળા બન્યા છીએ કે કઈ વસ્તુ સાથે શું ખાવું જોઈએ તેનું ભાન ભૂલ્યા છીએ. આયુર્વેદમાં ખોરાકને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ શરીર અને મનને સંતુલિત રાખવાનો આધાર માનવામાં આવે છે. આયુર્વેદિક નિષ્ણાતોના મતે, કેટલીક વસ્તુઓ ભલે સ્વાસ્થ્યપ્રદ હોય, પણ જો તેને ખોટા કોમ્બિનેશનમાં લેવામાં આવે તો તે શરીરમાં ‘ઝેર’ (ટોક્સિન્સ) સમાન કામ કરે છે. જેને આયુર્વેદમાં ‘વિરુદ્ધ આહાર’ કહેવામાં આવ્યો છે. આવા ફૂડ કોમ્બિનેશનથી હંમેશા બચવુ જોઈએ.
-
દૂધ અને ખાટા ફળો
ઘણા લોકો ફ્રૂટ સલાડ કે મિલ્કશેકમાં ખાટા ફળોનો ઉપયોગ કરે છે. નિષ્ણાતોના મતે દૂધ સાથે ક્યારેય લીંબુ, સંતરા કે આમળા જેવા ખાટા ફળો ન લેવા જોઈએ. આ કોમ્બિનેશન પેટમાં જઈને દૂધને ફાડી નાખે છે, જેના કારણે ગેસ, એસિડિટી અને અપચો જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
- જ
મ્યા પછી તરત ફળ ખાવાની આદત બદલો
ભારતીય ઘરોમાં જમ્યા પછી તરત ફળ ખાવાનો રિવાજ છે, પરંતુ આયુર્વેદ આને ખોટું માને છે. ફળો જલ્દી પચી જાય છે, જ્યારે ભારે ખોરાક પચવામાં સમય લે છે. આ તફાવતને કારણે પેટમાં ‘ફર્મેન્ટેશન’ શરૂ થાય છે, જેનાથી પેટ ફૂલવું અને બ્લોટિંગની સમસ્યા વધે છે.
- દહીં અને માછલી
દહીં અને માછલીને ક્યારેય સાથે ન લેવા જોઈએ. આયુર્વેદ મુજબ આ કોમ્બિનેશન લોહીને અશુદ્ધ કરી શકે છે. તેનાથી ત્વચાને લગતી બીમારીઓ અને એલર્જી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
- મધ અને ગરમ વસ્તુઓ
આજકાલ ગરમ પાણીમાં મધ નાખીને પીવાનો ટ્રેન્ડ છે, પરંતુ તે જોખમી સાબિત થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે મધને ક્યારેય ગરમ કરીને કે અત્યંત ગરમ વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ. આયુર્વેદ અનુસાર ગરમ મધ શરીરમાં ઝેરી તત્વો પેદા કરે છે, જે ધીમે ધીમે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
- દૂધ અને મીઠું
દૂધ સ્વભાવે ઠંડુ અને મીઠું છે, જ્યારે મીઠું ગરમ અને તીખું છે. આ બંને વિરુદ્ધ પ્રકૃતિની વસ્તુઓ સાથે લેવાથી લોહી શુદ્ધિકરણની પ્રક્રિયામાં અવરોધ આવે છે. લાંબા ગાળે આ આદતથી ત્વચા પર ફોડલા-ફુંસી, એલર્જી અને પાચનની ગરબડ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે લાંબા સમય સુધી ફિટ અને એનર્જેટિક રહેવા માંગતા હોવ, તો માત્ર ‘શું ખાવું’ એટલું જ નહીં, પણ ‘કોની સાથે શું ન ખાવું’ તે જાણવું પણ અત્યંત જરૂરી છે. આયુર્વેદના આ નિયમોનું પાલન કરીને તમે અનેક બીમારીઓથી બચી શકો છો.


