1. Home
  2. ગુજરાતી
  3. ચંદ્રયાન-3 જે સ્થળે ઉતર્યું તે પોઈન્ટને ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે
ચંદ્રયાન-3 જે સ્થળે ઉતર્યું તે પોઈન્ટને ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે

ચંદ્રયાન-3 જે સ્થળે ઉતર્યું તે પોઈન્ટને ‘શિવ શક્તિ’ તરીકે ઓળખાશે

0
Social Share

અમદાવાદઃ ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ને સફળ બનાવનાર ટીમ સાથે મુલાકત કરી હતી. પ્રધાનમંત્રીએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા હતા અને ઈસરોના કમાન્ડ સેન્ટર ખાતે સંબોધન કર્યું હતું. જેમાં વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું હતું કે, જે સ્થળે ચંદ્રયાન ઉતર્યું છે. તેનું નામકરણ કરવામાં આવ્યું છે. આ સ્થાનને ‘શિવશક્તિ’ના નામે ઓળખવામાં આવશે. શિવએ માનવતાનું પ્રતિક છે અને શક્તિ અમારી નારી શક્તિ છે. નિર્માણથી પ્રલય સુધી સમગ્ર સૃષ્ટિનો આધાર નારી શક્તિ જ છે. ચંદ્રયાન-3 માં દેશની મહિલા વૈજ્ઞાનિકોએ મોટી ભૂમિકા નિભાવી છે.

જ્યારે ચંદ્રયાન-2એ જે જગ્યાએ પદચિન્હ છોડ્યા છે તે જગ્યાને ‘તિરંગા’ નામ આપવામાં આવ્યુ છે. પીએમ મોદીએ તિરંગા નામ જાહેર કરતાની સાથે જણાવ્યુ કે, તિરંગા પોઈન્ટ આપણાને હંમેશા યાદ આપશે કે કોઈ પણ નિષ્ફળતા અંતિમ નથી હોતી, જો મજબૂત ઈચ્છા શક્તિ હોય તો સફળતા મળીને જ રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, જે દિવસે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર લેન્ડ થયુ તે 23 ઓગસ્ટ એક ઐતિહાસિક દિવસ બની ચૂક્યો છે. જેથી 23 ઓગસ્ટને નેશનલ સ્પેશ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.હવેથી દર વર્ષે દેશમાં 23 ઓગ્સ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં  આવશે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈશરોના વૈજ્ઞાનીકોની મહેનતને યાદ કરતા જણાવ્યુ કે, આજે ટ્રેડથી લઈને ટેક્નોલોજી સુધી ભારતની ગણતરી પ્રથમ હરોળના દેશ તરીકે થાય છે. આ યાત્રામાં ISRO જેવી સંસ્થાઓએ ખુબ જ મોટી ભુમિકા નિભાવી છે.

ઈસરોના મિશન મૂન કાર્યક્રમની હેઠળ ચંદ્રયાન-3એ તાજેતરમાં ચંદ્રના દક્ષિણધ્રુવ ઉપર સફળ ઉતરાયણ કર્યું હતું. તેમજ ઈસરો દ્વારા આ પ્રોગ્રામ હેઠળ લેવાયેલા વિવિધ ફોટોગ્રાફ પણ દેશની જનતા સમક્ષ શેર કરવામાં આવે છે. ભારતના ચંદ્રયાન-3ની સફળતા બદલે અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોએ શુભકામનાઓ પાઠવી હતી. અત્યાર સુધી ચંદ્ર ઉપર રશિયા, અમેરિકા અને ચીન જવામાં સફળ રહ્યું છે અને ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે. જો કે, દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર પ્રથમ દેશ ભારત બન્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code