1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરેઃ હર્ષ સંઘવી
વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરેઃ હર્ષ સંઘવી

વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરેઃ હર્ષ સંઘવી

0
Social Share

રાજકોટ : રાજ્યના ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ મેટોડા સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, સુલતાનપુર અને એઇમ્સ પોલીસ ચોકી ખાતે નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું  હતું કે, નવનિર્મિત પાંચ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતી વેળાએ આ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિક સાથે માનવીય વર્તન થાય, અને નાગરિકોને ન્યાયપૂર્ણ વાતાવરણ મળી રહે તે જોવાની જવાબદારી પોલીસ સ્ટેશનની સંપૂર્ણ ટીમની છે.

તેમણે કહ્યું હતું કે, નવ નિર્મિત પોલીસ સ્ટેશનના કારણે સામાન્ય નાગરિકોને દૂર સુધી જવું નહિ પડે અને વિવિધ વિસ્તારમાં લોકરક્ષાની કામગીરી ઝડપથી થશે. મંત્રીએ રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, લોકદરબારનું આયોજન કરીને જનતાને ન્યાય અપાવી વ્યાજખોરો અને ડ્રગ્સ માફિયાઓને કાયદાનું ભાન કરાવ્યું છે. મુખ્યમંત્રીના દિશાસૂચન હેઠળ માતાઓના મંગળસૂત્ર ઉપર તરાપ મારેલ વ્યાજખોરોના ત્રાસમાંથી પરિવારોને મુક્ત કરાવ્યા છે, અને10 થી વધારે પરિવારોને તેમના મકાન પરત કરાવ્યા છે, જે બદલ રાજકોટ પોલિસ અભિનંદનના અધિકારી છે.

ગૃહરાજયમંત્રીએ શહેર તથા જિલ્લામાં વધુ ને વધુ લોકદરબારનું આયોજન કરવા પોલિસ વિભાગને સૂચન આપતાં જણાવ્યું હતું કે, સ્કૂલ અને કોલેજ પાસે વિદ્યાર્થીનિઓને હેરાન કરતા આવારા તત્વોને કાયદાનું ભાન કરાવવામાં પોલીસ વિભાગ પાછી પાની નહી કરે. મંત્રીએ વધુમાં કહયું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 12 લોકોને ફાંસી અને 80થી વધારે લોકોને આજીવન કેદ અને કડક સજા કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈ.જી.પી. અશોક યાદવે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં એક સાથે નવા પાંચ પોલીસ સ્ટેશનના લોકાર્પણથી રાજકોટ જિલ્લાની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી શકાશે, અને જનતાના સુખ, શાંતિ અને સુરક્ષાના કાર્યો વધુ સુગમતાથી કરી શકાશે લો એન્ડ ઓર્ડરને સુદ્રઢ કરવા રાજ્ય સરકારનો આ પ્રયાસ ફળદાયી રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code