નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2026: યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તમામ H-1B વિઝા અરજીઓ માટે, હાલના શુલ્ક ઉપરાંત $103,265ની નવી ફીનો પ્રસ્તાવ મૂક્યો છે. વિભાગની પ્રેસ રિલીઝ અનુસાર, આ પ્રસ્તાવિત ફી અરજી દાખલ કરતી વખતે વસૂલવામાં આવશે. વિભાગનો અંદાજ છે કે અંદાજે 85,000 H-1B વિઝા અરજીઓના આધારે, આ ફીથી વાર્ષિક આશરે $8.8 અબજની આવક થશે.
વિભાગે જણાવ્યું હતું કે આ આવક ઇમિગ્રેશન લાભોના નિર્ણય, છેતરપિંડીની તપાસ અને રાષ્ટ્રીય સુરક્ષા ચકાસણી, સિસ્ટમનું આધુનિકીકરણ, રેકોર્ડ અને ફી ઉઘરાવવાની કામગીરી, ઇમિગ્રેશન કોર્ટનું સંચાલન, વ્યાવસાયિક વિઝાની પ્રક્રિયા, શ્રમ ધોરણોનો અમલ અને વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલન સાથે સંકળાયેલા સંઘીય સરકારના ખર્ચને સરભર કરવામાં મદદરૂપ થશે.
સૂચના અનુસાર, આ વધારાની ફી H-1B વિઝાની એવી અરજીઓને લાગુ પડશે નહીં જે નિર્ધારિત મર્યાદા (કેપ)માંથી મુક્તિ ધરાવે છે. તેમાં અમુક બિન-લાભકારી સંશોધન સંસ્થાઓ, સરકારી સંશોધન સંસ્થાઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓનો સમાવેશ થાય છે.
વધુ વાંચો: પીએમ મોદીએ UPI ને ભારતના ડિજિટલ પેમેન્ટની સફરમાં એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી


