ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જોડી વિશ્વના સૌથી મોટા જલવાયુ સમ્મેલનામાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે
- ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જલવાયુ સમ્મેલનામાં લેશે ભાગ
- વિશ્વના સૌથી મોટા સમ્મેલનમાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે
દહેરાદૂનઃ-આ મહિનાના એન્ડમાં એટલે કે 31 ઓક્ટોબરે સ્કોટલેન્ડમાં શરુ થનાર સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સમ્મેલનમાં ભારતમાંથી બે ભાઈ બહેન ભાગ લેવા જઈ રહ્યા છએ, જે તેમની ઘણી મોટી સિદ્ધી ગણાશે, આ બન્ને ભાઈ બહેન રહેવાસી છે,જેનું નામ જન્મેજય તિવારી અને નૈનીતાલ હાઈકોર્ટના એડવોકેટ સ્નિગ્ધા તિવારી છે,જેઓ સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ કોન્ફરન્સ (કોપ 26)માં ભાગ લેશે.
બંને ભાઈ-બહેન 29 ઓક્ટોબરે દિલ્હીથી રવાના થનાર છે. યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ દ્વારા આ વૈશ્વિક પરિષદના પ્રતિનિધિ તરીકે બંનેની નોંધણી કરવામાં આવી છે.સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં 31 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાનારી આ કોન્ફરન્સમાં વિશ્વના 197 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ વગેરે ભાગ લેશે. જેમાં ભારતના વડાપ્રધાન, અમેરિકા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન પણ હાજરી આપવાના છે.
જન્મેજય અને સ્નિગ્ધા ઉત્તરાખંડ પરિવર્તન પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષ પી.સી.તિવારી અને સ્વ. મંજુ તિવારીના પુત્ર અને પુત્રી છે. આ બંનેને આબોહવા પરિવર્તન, પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ સાથે તેમના કામના અનુભવો શેર કરવા કોન્ફરન્સ દરમિયાન નામાંકિત કરવામાં આવ્યા છે.
10 નવેમ્બરના રોજ, ગ્લોબલ સાઉથ ક્લાઈમેટ ચેન્જ કટોકટીનો સામનો કરવા માટે ગ્લોબલ નોર્થ વચ્ચેની ભાગીદારી પર સ્કોટિશ સંસદના સભ્યોની અધ્યક્ષતામાં એક સત્ર બોલાવાશે. સ્નિગ્ધા તિવારી એશિયા પેસિફિક ક્ષેત્રના દેશો વતી ગ્લોબલ ગ્રીનના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે. જનમેજયે સ્વીડન, તાઈવાન, લિવરપૂલમાં અનેક વૈશ્વિક પરિષદોમાં ભાગ લઈ ચૂક્યા છે.
સ્નિગ્ધા 8 નવેમ્બરના રોજ યુકેના હાઉસ ઓફ લોર્ડ્સના વરિષ્ઠ સભ્ય નતાલી બેનેટની અધ્યક્ષતામાં યોજાનારી એક મહત્વપૂર્ણ બેઠકમાં કુદરતી આફતો અને હિમાલયના પ્રદેશોના બિનઆયોજિત વિકાસ અંગેનો તેમનો અભ્યાસ અહેવાલ રજૂ કરશે. જનમેજય તે જ દિવસે આબોહવા આંદોલન પર સ્થાનિક સ્તરે સમુદાય સંગઠનના મહત્વ પર યુરોપિયન સંસદના સભ્ય સાથે ચર્ચામાં પણ સામેલ થશે.