ગૅસ સળગાવ્યા વિના જ મિનિટોમાં તૈયાર થઈ જશે આ 5 હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સ
આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોને એવો નાસ્તો વધારે પસંદ આવે છે જે સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય અને તેને બનાવવામાં બહુ સમય ન બગડે. આજે અમે તમને એવા 5 કમ્ફર્ટ ફૂડ અને સ્નેક્સ વિશે જણાવીશું, જે ગૅસ સળગાવ્યા વિના, તેલ, ખાંડ કે ભારે મસાલાના ઉપયોગ વગર મિનિટોમાં તૈયાર થઈ જાય છે. પોષક તત્વોથી ભરપૂર આ સ્નેક્સ શરીરને ઊર્જા આપવાની સાથે લાઈટ પણ રાખે છે.
- દહીં સેન્ડવિચ
આ સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ પાણી નિતારેલું ઘટ્ટ દહીં (હંગ કર્ડ) લો. તેમાં ઝીણા સમારેલા ગાજર, કાકડી અને ડુંગળી ઉમેરો. સ્વાદ માટે લાલ મરચાના ફ્લેક્સ (ચીલી ફ્લેક્સ), ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર, ફુદીનાના પાન, કાળા મરીનો પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરો. હવે બ્રેડની સ્લાઈસ પર થોડું માખણ લગાવી, દહીંનું આ મિશ્રણ સરખી રીતે ફેલાવી દો અને ઉપર બીજી બ્રેડ મૂકી દો. તમે ઈચ્છો તો આ સેન્ડવિચને થોડીવાર ફ્રિજમાં ઠંડી કરીને પણ માણી શકો છો.
- યોગર્ટ ફ્રુટ બાઉલ
પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર આ સ્નેક પણ રાંધ્યા વિના તૈયાર થઈ જાય છે. આ માટે દહીંને બરાબર ફેંટી લો. તેમાં તમારી પસંદગીના ફળો (જેવા કે કીવી, પાઈનેપલ, કેરી વગેરે)ના ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં પલાળેલા ચિયા સીડ્સ, ડ્રાયફ્રુટ્સ અને થોડા મગજતરીના બીજ ઉમેરો. અંતમાં સ્વાદ માટે થોડું મધ મિક્સ કરો. તમારો હેલ્ધી યોગર્ટ બાઉલ તૈયાર છે.
- મેંગો ટ્વિસ્ટ ચિયા અને ઓટ્સ પુડિંગ
આ સ્નેક ક્રીમી ટેક્સચર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એક બાઉલમાં ઓટ્સ, ચિયા સીડ્સ, પાકી કેરીનો પલ્પ (રસ) અને મધ એકસાથે મિક્સ કરો. તેમાં ઠંડુ દૂધ ઉમેરીને આ મિશ્રણને થોડીવાર માટે રેફ્રિજરેટરમાં સેટ થવા માટે મૂકી દો. થોડીવારમાં જ ઠંડી-ઠંડી ક્રીમી પુડિંગ ખાવા માટે તૈયાર થઈ જશે.
-
દક્ષિણ ભારતીય પરંપરાગત ‘કોસંબરી સલાડ’
સ્વાદ અને સ્વાસ્થ્યનો અજોડ સંગમ એટલે કોસંબરી સલાડ. આ માટે મગની ધોયેલી દાળને થોડીવાર પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ દાળમાંથી પાણી નિતારી લો અને તેમાં ઝીણી સમારેલી કાકડી, તાજું છીણેલું નાળિયેર (ટોપરું), ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર, લીંબુનો રસ અને સ્વાદ મુજબ ચેન્જ માટે મીઠું ઉમેરો. જો તમને વઘાર પસંદ હોય, તો તમે માત્ર 1 ચમચી તેલમાં રાઈ, હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરીને પણ આ સલાડમાં ઉમેરી શકો છો.
- બિહારનું ફેમસ ‘દહીં ચિઉડા’
બિહારમાં પરંપરાગત રીતે ખવાતું દહીં ચિઉડા એ એક ઉત્તમ ‘વન પોટ મીલ’ છે. આ માટે પૌઆ (ચિઉડા)ને પાણીથી ધોઈને ગરણીમાં નિતારવા મૂકી દો જેથી તે ખીલેલા રહે. હવે એક વાસણમાં દહીં લઈ, તેમાં છીણેલો ગોળ અને એલચી પાવડર નાખીને બરાબર ઓગળે ત્યાં સુધી ફેંટી લો. ત્યારબાદ તેમાં પલાળેલા પૌઆ મિક્સ કરો. તમે ઈચ્છો તો તેમાં ડ્રાયફ્રુટ્સ અને ફળોના ટુકડા પણ ઉમેરી શકો છો.
આ તમામ સ્નેક્સ ન માત્ર સમય બચાવે છે, પરંતુ ઉનાળાની કે ભેજવાળી ઋતુમાં ગૅસ સામે ઊભા રહ્યા વિના જ તમને પૌષ્ટિક આહાર પુરો પાડે છે.


