1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઈડલી-ઢોસાનો સ્વાદ બમણો કરી દેશે આ તીખી-ચટપટી ડુંગળીની ચટણી, જાણો બનાવવાની રીત
ઈડલી-ઢોસાનો સ્વાદ બમણો કરી દેશે આ તીખી-ચટપટી ડુંગળીની ચટણી, જાણો બનાવવાની રીત

ઈડલી-ઢોસાનો સ્વાદ બમણો કરી દેશે આ તીખી-ચટપટી ડુંગળીની ચટણી, જાણો બનાવવાની રીત

0
Social Share

સામાન્ય રીતે દક્ષિણ ભારતીય વાનગીઓ જેવી કે ઈડલી, ઢોસા અને ઉત્તપમ સાથે નાળિયેરની ચટણી પીરસવામાં આવતી હોય છે. પરંતુ જો તમે કંઈક નવું અને ચટપટું ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘ડુંગળીની ચટણી’ એક ઉત્તમ વિકલ્પ છે. આ ચટણીનો તીખો અને હળવો ખાટો-મીઠો સ્વાદ માત્ર સાઉથ ઇન્ડિયન ડિશ જ નહીં, પણ ગરમાગરમ પરાઠા સાથે પણ લાજવાબ લાગે છે. રસોડામાં હાજર સામાન્ય સામગ્રીમાંથી ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થતી આ ચટણી નાના-મોટા સૌને પસંદ પડે તેવી છે. ચાલો જાણીએ આ મજેદાર ચટણી બનાવવાની પરફેક્ટ રીત.

  • સામગ્રી

ડુંગરી- બે મોટી સમારેલી, સુકા લાલ મરચાં- 3 નંગ, તેલ- બે ચમચી, રાઈ- અડધી ચમચી, અડદની દાળ- અડધી ચમચી, મીઠો લીમડો- 5 પાન, આમલી- નાનો ટુકડો, મીઠુ-સ્વાદ અનુસાર

  • બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈ અથવા પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ બરાબર તતડવા લાગે એટલે તેમાં અડદની દાળ ઉમેરો. દાળ હળવી ગુલાબી કે સોનેરી થાય ત્યાં સુધી સાંતળો, જેથી ચટણીમાં સરસ ક્રંચ આવે. હવે તેમાં મીઠો લીમડો અને સૂકા લાલ મરચાં ઉમેરી થોડી સેકન્ડ માટે ભણો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળીને મધ્યમ આંચ પર ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તે નરમ અને હળવી સોનેરી ન થઈ જાય. ડુંગળી બરાબર ચઢી જાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને આમલીનો પલ્પ ઉમેરો.

આમલી ઉમેરવાથી ચટણીમાં સરસ ખાટાશ આવશે જે ડુંગળીના સ્વાદને બેલેન્સ કરશે. ૨-૩ મિનિટ પકવીને ગેસ બંધ કરી દો. આ તૈયાર થયેલા મિશ્રણને બરાબર ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેને મિક્સર જારમાં લઈ લો. જરૂર મુજબ પાણી ઉમેરીને તેને સ્મૂધ પેસ્ટ અથવા તમારી પસંદ મુજબ દરદરી પીસી લો. તમારી સ્વાદિષ્ટ અને ચટપટી ડુંગળીની ચટણી તૈયાર છે! તેને ઈડલી, ઢોસા, વડા કે પરાઠા સાથે સર્વ કરો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code