1. Home
  2. ગુજરાતી
  3. શાર્પ જૉ લાઇન અને લિફ્ટેડ ચીક્સ મેળવવા રાત્રે સૂતા પહેલા કરો આ 3 સરળ ફેસ એક્સરસાઇઝ
શાર્પ જૉ લાઇન અને લિફ્ટેડ ચીક્સ મેળવવા રાત્રે સૂતા પહેલા કરો આ 3 સરળ ફેસ એક્સરસાઇઝ

શાર્પ જૉ લાઇન અને લિફ્ટેડ ચીક્સ મેળવવા રાત્રે સૂતા પહેલા કરો આ 3 સરળ ફેસ એક્સરસાઇઝ

0
Social Share

આજના સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનો ચહેરો શાર્પ, ટોન્ડ અને આકર્ષક દેખાય. ખાસ કરીને યુવાનોમાં ‘ડિફાઇન્ડ જૉ લાઇન’ અને ‘લિફ્ટેડ ચીક્સ’ (ઉપસેલા ગાલ) નો ક્રેઝ વધ્યો છે. આ માટે લોકો અનેક પ્રકારના મોંઘા કોસ્મેટિક ટ્રીટમેન્ટનો સહારો લેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર થોડી મિનિટોની ફેસ એક્સરસાઇઝ દ્વારા તમે કુદરતી રીતે જ ચહેરાને શાર્પ બનાવી શકો છો? રાત્રે સૂતા પહેલા કરવામાં આવતી આ કસરતો બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.

ફિશ ફેસ એક્સરસાઇઝ

ચહેરાને ટોન્ડ બનાવવા માટે ‘ફિશ ફેસ’ એ સૌથી અસરકારક કસરત માનવામાં આવે છે. તમારા ગાલને અંદરની તરફ ખેંચો અને હોઠને માછલી જેવા આકારમાં બનાવો. આ સ્થિતિમાં 15 થી 20 સેકન્ડ સુધી રહો અને પછી સામાન્ય થઈ જાઓ. આ પ્રક્રિયા 5 થી 7 વાર કરવાથી ગાલના સ્નાયુઓ એક્ટિવ થાય છે અને ચહેરો સુડોળ દેખાય છે.

જૉ લાઇન લિફ્ટ એક્સરસાઇઝ (ડબલ ચિન ઘટાડવા)

ઘણીવાર ચહેરા પર ફેટ જમા થવાને કારણે ડબલ ચિનની સમસ્યા સર્જાય છે, જે લુકને બગાડે છે. ટટ્ટાર બેસીને તમારી ગરદનને હળવી પાછળની તરફ ઝુકાવો. હવે હોઠને ઉપરની તરફ એવી રીતે ખેંચો જાણે તમે છતને કિસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોવ. આ સ્થિતિમાં 10 સેકન્ડ રહી 8 થી 10 વાર રિપીટ કરો. આનાથી થોડા જ દિવસોમાં જૉ લાઇન શાર્પ અને સ્પષ્ટ દેખાવા લાગશે.

ચીક લિફ્ટ એક્સરસાઇઝ (ગાલને ફર્મ બનાવવા)

ગાલને લિફ્ટ કરવા અને ચહેરાને યંગ લુક આપવા માટે આ એક્સરસાઇઝ બેસ્ટ છે. સ્મિત કરતા હોય તેમ ચહેરો રાખો અને તમારી આંગળીઓને ગાલ પર હળવેથી મૂકો. હવે આંગળીઓની મદદથી ગાલને ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયાસ કરો અને થોડી સેકન્ડ હોલ્ડ કરો. દિવસમાં 10 વાર આ એક્સરસાઇઝ કરો. આનાથી ગાલના સ્નાયુઓ ટાઈટ થાય છે અને ગાલ લિફ્ટેડ દેખાય છે.

ફેસ એક્સરસાઇઝ કરતી વખતે ચહેરા પર થોડું તેલ અથવા મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ જેથી ત્વચામાં ખેંચાણ ન આવે. નિયમિતતા જ આ કસરતોનું શ્રેષ્ઠ પરિણામ લાવે છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ મેનેજમેન્ટ ખાતે 11મા મંથન સત્રની અધ્યક્ષતા કરી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code