![અભિનેતા કરણ પટેલનો આજે જન્મદિવસ,એકતા કપૂરના ટીવી શો થી કરિયરની કરી શરૂઆત](https://www.revoi.in/wp-content/uploads/2021/11/3140841745-biggboss-14-karan-patel-is-also-one-of-the-contestant-will-be-seen-in-bb-14-filmibeat.jpg)
- અભિનેતા કરણ પટેલનો આજે જન્મદિવસ
- ઘણી સિરીયલોમાં કર્યું છે કામ
- બોલિવૂડમાં પણ અજમાવ્યું નસીબ
મુંબઈ:ટીવીના લોકપ્રિય કલાકારોમાંના એક કરણ પટેલનો આજે જન્મદિવસ છે. કરણ પટેલ ગુજરાતી છે પરંતુ તેનો જન્મ 23 નવેમ્બર 1983ના રોજ કોલકાતામાં થયો હતો. કરણે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ‘કહાની ઘર ઘર કી’થી કરી હતી. આ પછી કરણ ‘કસૌટી ઝિંદગી કી’ સીરિયલમાં જોવા મળ્યો હતો. આ સિરિયલથી તેને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ પછી કરણ એકતા કપૂરના ઘણા ટીવી શોમાં જોવા મળ્યો. કરણ પટેલ ‘કેસર’, ‘કવિયાંજલિ’, ‘કસમ સે’, ‘કરમ અપના અપના’ જેવા ટીવી શો સાથે નાના પડદાનો સ્થાપિત કલાકાર બની ગયો.
વર્ષ 2007માં કરણ પટેલે પહેલીવાર રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. આ શોનું નામ ‘નચ બલિયે 3’ હતું. આ સાથે કરણે ‘કૌન જીતેગા બોલિવૂડ કા ટિકિટ’, ‘સર્વાઈવર ઈન્ડિયા’, ‘ઝલક દિખલા જા’, ‘કિચન ચેમ્પિયન’ અને ‘ખતરો કે ખિલાડી’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. કરણ પટેલે પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું, પરંતુ તેને ટીવી શોની જેમ બોલિવૂડમાં સફળતા ન મળી. વર્ષ 2010માં તેણે ફિલ્મ ‘સિટી ઓફ ગોલ્ડ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2013માં કરણ ‘શૂટઆઉટ એટ વડાલા’માં પણ જોવા મળ્યો હતો. છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ફેમસ’માં કામ કર્યું હતું.
કરણ પટેલે લોકપ્રિય ટીવી શો ‘યે હૈ મોબ્બતેં’માં રમણ ભલ્લાની ભૂમિકા ભજવી હતી. આ ટીવી શો 6 વર્ષ સુધી ચાલ્યો. આ સીરિયલમાં કરણે દિવ્યાંકા ત્રિપાઠી સાથે કામ કર્યું હતું. બંનેની જોડીને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો. કરણ પટેલે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે,જો તેના જીવન પર બાયોપિક બનાવવામાં આવે તો તેમાં રણવીર સિંહે તેની ભૂમિકા ભજવવી જોઈએ.