ટોરેન્ટ ફાર્માએ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી
અમદાવાદ, 30 જુલાઈ 2026: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (“કંપની”)એ આજે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટર માટેના પોતાના નાણાકીય પરિણામોની જાહેરાત કરી. નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટરમાં આવક ૫૫% (YoY) વધીને રૂ. ૪,૯૨૧ કરોડ રહી છે. ઓપ. EBITDA* આવક ૬૧% (YoY) વધીને રૂ. ૧,૬૬૪ કરોડ રહી છે. ઓપ. EBITDA* માર્જિન ૩૩.૮% રહ્યું, ગ્રોસ માર્જિન ૭૬.૪% રહ્યું છે. તેમજ ટેક્સ બાદ ચોખ્ખો નફો રૂ. ૫૬૬ કરોડ રહ્યો છે.
સંકલિત નાણાકીય પરિણામો:
| પરિણામ | Q૧ FY૨૭ | Q૧ FY૨૬ | YoY % |
||
| રૂપિયા કરોડમાં | % | રૂપિયા કરોડમાં | % | ||
| આવક | ૪,૯૨૧ | ૩,૧૭૮ | ૫૫% | ||
| કુલ નફો | ૩,૭૫૮ | ૭૬.૪% | ૨,૪૦૪ | ૭૫.૬% | ૫૬% |
| ઓપરેટિંગ EBITDA* | ૧,૬૬૪ | ૩૩.૮% | ૧,૦૩૨ | ૩૨.૫% | ૬૧% |
| અસાધારણ મુદ્દાઓ | ૨૧ | ૦.૪% | – | – | – |
| કર પૂર્વેનો નફો | ૫૬૬ | ૧૧.૫% | ૫૪૮ | ૧૭.૨% | ૩% |
| R&D ખર્ચ | ૧૭૨ | ૪% | ૧૫૭ | ૫% | ૧૦% |
મુખ્ય વ્યવસાય
મુખ્ય વ્યવસાયની કુલ આવક ૧૭%ના વધારા સાથે રુ. ૩,૭૨૦ કરોડ રહી
ઓપ. EBITDA* ૨૦% ના વધારા સાથે રુ. ૧,૨૪૦ કરોડ, જ્યારે EBITDA માર્જિન ૩૩.૩% રહ્યું
ભારત:
- ભારતમાં કુલ આવક ₹૨,૧૫૭ કરોડ રહી, જે AIOCD PharmaTrac ના આંકડા મુજબ ૧૯%નો વધારો દર્શાવે છે, જયારે IPM (Indian Pharmaceutical Market) નો વૃદ્ધિ દર ૧૨% રહ્યો હતો.
- ટોરેન્ટ ફાર્મા હવે ભારતીય કાર્ડિયાક ફાર્માસ્યુટિકલ માર્કેટમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે અને આ ક્ષેત્રમાં મજબૂતી પૂર્વક સતત શ્રેષ્ઠ કામગીરી જાળવી રાખી છે.
- સફળ લોન્ચ બાદ Gx Semaglutide એ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટર દરમિયાન ઓરલ અને ઇન્જેક્ટેબલ બંને મળીને ૩૬% માર્કેટ શેર હાંસલ કર્યો છે, જે AIOCD PharmaTrac ના આંકડા દર્શાવે છે.
બ્રાઝિલ:
- બ્રાઝિલમાં કુલ આવક ૨૭% ના વધારા સાથે ₹૨૭૭ કરોડ રહી, જ્યારે સ્થિર ચલણના ધોરણે આવક ૩% ના વધારા સાથે R$ ૧૪૭ મિલિયન રહી.
- IQVIAના આંકડા મુજબ, ટોરેન્ટ ફાર્માએ ૨૧%ની વૃદ્ધિ નોંધાવી, જ્યારે સમગ્ર બજારનો વૃદ્ધિ દર ૫% રહ્યો. કંપનીની અગ્રણી બ્રાન્ડ્સના મજબૂત પ્રદર્શન અને તાજેતરના સફળ લોન્ચના પરિણામે આ નોંધપાત્ર વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. હાલમાં ટોરેન્ટ ફાર્માના ૫૮ ઉત્પાદનો ANVISAની મંજૂરી પ્રક્રિયા હેઠળ છે.
- ત્રિમાસિક સમયગાળા દરમિયાન, વધતા વ્યાજ ખર્ચને કારણે વિતરક ચેનલ તરફથી વિસ્તૃત ક્રેડિટ અવધિની માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ એક વખત માટે ચેનલ ઇન્વેન્ટરીમાં ઘટાડો કર્યો હતો. તેમ છતાં, IQVIAના આંકડા મુજબ સેકન્ડરી સેલ્સમાં સતત મજબૂત માંગ યથાવત રહી હોવાનું સ્પષ્ટ થાય છે, જે બજારમાં કંપનીના ઉત્પાદનો પ્રત્યેના સકારાત્મક વલણને દર્શાવે છે.
અમેરિકા:
- અમેરિકામાં કુલ આવક ૩૬%ના વધારા સાથે ₹૪૧૮ કરોડ રહી, જ્યારે સ્થિર ચલણના ધોરણે આવક ૨૩% ના વધારા સાથે US$ ૪૪ મિલિયન નોંધાઈ.
- કંપનીના નવા ઉત્પાદનોના સફળ લોન્ચ, લક્ષ્યાંક મુજબ પ્રાપ્ત થયેલા માર્કેટ શેર તેમજ કેટલીક એક-વખતની વ્યાપારિક તકોના પરિણામે અમેરિકન બજારમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ.
જર્મની:
- જર્મનીમાં કુલ આવક ૩% ના વધારા સાથે ₹૩૧૮ કરોડ રહી, જ્યારે સ્થિર ચલણના ધોરણે આવક ૯% ના ઘટાડા સાથે EUR ૨૯ મિલિયન રહી.
- ક્વાર્ટર દરમિયાન થર્ડ પાર્ટી સપ્લાયર તરફથી થયેલા પુરવઠામાં વિક્ષેપ તેમજ ટેન્ડર ઓફટેકમાં ઘટાડાને કારણે જર્મનીના વ્યવસાયના વિકાસ પર અસર જોવા મળી.
J.B. વ્યવસાય
| પરિણામ | Q૧ FY૨૭ | Q૧ FY૨૬ | YoY % |
||
| રૂપિયા કરોડમાં | % | રૂપિયા કરોડમાં | % | ||
| આવક | ૧,૨૦૧ | ૧,૦૯૪ | ૧૦% | ||
| કુલ નફો | ૮૫૯ | ૭૧.૫% | ૭૪૭ | ૬૮.૩% | ૧૫% |
| ઓપરેટિંગ EBITDA* | ૪૨૪ | ૩૫.૩% | ૩૧૫ | ૨૮.૮% | ૩૪% |
| અસાધારણ મુદ્દાઓ | ૧૯ | ૧.૬% | – | – | – |
* સંચાલન EBITDAમાં અસાધારણ મુદ્દાઓઅને એક-વખતની આવક/ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો નથી
મુખ્ય કામગીરીના સૂચકાંકો:
- ભારતીય Rx વ્યવસાય (ટ્રેડ જેનરિક્સ અને કોન્ટ્રાસ્ટ મીડિયા સિવાય) નો વ્યવસાય ₹ ૬૫૭ કરોડ રહ્યો, જેમાં ૧૩% નો વૃદ્ધિ દર નોંધાયો.
- આંતરરાષ્ટ્રીય વ્યવસાય (U.S., ઇમર્જિંગ માર્કેટ્સ અને CDMO સહિત) ની આવક ₹ ૪૬૮ કરોડ રહી, જેમાં ૧૨% નો વધારો નોંધાયો.
- CDMO વ્યવસાય ની આવક ₹ ૧૪૫ કરોડ રહી, જેમાં ૨૭% ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ.
સંકલિત આવકનો સારાંશ
| વિસ્તાર | Q૧ FY૨૭ (₹ કરોડમાં) | Q૧ વૃદ્ધિ (%) | |||
| મૂળ વ્યવસાય | J.B. વ્યવસાય | કુલ | મૂળ વ્યવસાય | રિપોર્ટેડ | |
| ભારત | ૨,૧૫૭ | ૭૩૩ | ૨,૮૯૦ | ૧૯% | ૬૦% |
| આંતરરાષ્ટ્રીય | ૧,૪૫૧ | ૪૬૮ | ૧,૯૧૯ | ૧૯% | ૫૭% |
| અન્ય | ૧૧૨ | – | ૧૧૨ | -૨૪% | -૨૪% |
| કુલ | ૩,૭૨૦ | ૧,૨૦૧ | ૪,૯૨૧ | ૧૭% | ૫૫% |


