1. Home
  2. ગુજરાતી
  3. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ

0
Social Share
  • ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ થયું
  • આમિજે તોમાર…ફરી ગૂંજ્યું મંજુલિકાનું ગીત
  • 20 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

મુંબઈ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની હોરર કોમેડી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.ટ્રેલરમાં ફરી એકવાર મંજુલિકાનો ડર દેખાઈ રહ્યો છે. આમિજે તોમાર…ની ધૂન સંભળાઈ રહી છે,પરંતુ આ વખતે ભૂત ભગાવવા અક્ષય કુમાર નહીં કાર્તિક આર્યન આવશે.કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબ્બુ, સંજય મિશ્રા અને રાજપાલ યાદવ જેવા સ્ટાર્સથી સજ્જ આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે અને તે પહેલા ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

ફિલ્મના ટ્રેલર પહેલા ઘણા પોસ્ટર સામે આવ્યા છે, જેને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.ટ્રેલર લોન્ચના બે કલાક પહેલા જ એક રસપ્રદ પોસ્ટર સામે આવ્યું છે, જેમાં કાર્તિક, કિયારા અને તબ્બુ જોવા મળે છે. આ સિવાય પોસ્ટરમાં સંજય મિશ્રા અને રાજપાલ યાદવ પણ જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં, કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ નું તેનું ટીઝર સામે આવ્યું હતું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ પહેલા કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. કાર્તિક આર્યન પાસે આવનારા દિવસોમાં ઘણી શાનદાર ફિલ્મો પણ છે. કાર્તિક ફ્રેડી, કેપ્ટન ઈન્ડિયા અને શહજાદા જેવી ફિલ્મો સાથે ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

અગાઉ અક્ષય કુમાર, અમિષા પટેલ, વિદ્યા બાલન જેવા સ્ટાર્સ ‘ભૂલ ભુલૈયામાં જોવા મળ્યા હતા.આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.ત્યારે આ વખતે આ રોલમાં કાર્તિક આર્યનને ચાહકો કેટલા પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code