Site icon Revoi.in

ડીસા નજીક નેશનલ હાઈવે પર બે ટ્રેલર સામસામે અથડાતા ટ્રાફિકજામ સર્જાયો

Social Share

ડીસા, 12 મે 2026 : Two trailers collide on National Highway તાલુકાના રતનપુરા ક્રોસિંગ નજીક નેશનલ હાઈવે નંબર 27 પર બે ટ્રેલર સામસામે ટકરાતા બન્ને ટ્રેલરને સારુએવું નુકસાન થયુ હતું. જોકે સદનસિબે બન્ને ટ્રેલરના ચાલકોનો બચાવ થયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.  આ બનાવની જાણ થતાં જ ભીલડી પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને હાઈવે ખૂલ્લો કરી ટ્રાફિકજામ ક્લીયર કર્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ડીસા નજીક રતનપુર ક્રોસિંગ પાસે નેશનલ હાઈવે પર બે ટ્રેલક સામસામે ધડાકાભેર અથડાયા હતા. આ અકસ્માતમાં બન્ને ટ્રેલરના ચાલકનો બચાવ થયો હતો. રતનપુરાથી ખોડલા સુધીના એક તરફના માર્ગનું સમારકામ ચાલી રહ્યું હોવાથી નેશનલ હાઈવે નંબર 27 પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનને કારણે એક જ માર્ગ પર વાહનોની અવરજવર રહે છે, જેના પરિણામે સામસામે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ ડાયવર્ઝનવાળા માર્ગ પર અકસ્માતોમાં વધારો જોવા મળ્યો છે. વાહનચાલકો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે રોડના નવીનીકરણનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. આ માર્ગ પર અગાઉ એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાહનચાલકો દ્વારા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય

 

Exit mobile version