Site icon Revoi.in

દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પડેલા બે યુવાનો ડૂબ્યા, એકને બચાવી લેવાયો

Social Share

દ્વારકા, 18 મે 2026: Two youths drown in Gomti river, one rescued  સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતીઘાટ ખાતે પવિત્ર અધિક માસના પહેલા પ્રથમ દિવસે રવિવાર હોવાથી યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. દ્વારકામાં ગોમતી નદીમાં રાજકોટથી આવેલા બે યુવાનો નહાવા માટે ગયા હતા. ત્યારે નદીમાં પાણીના તેજ પ્રવાહને લીધે બન્ને યુવાનો ડુબવા લાગતા આસપાસના લોકોએ તેમને ડૂબતા જોઈ બૂમો પાડતા કાંઠા પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી એક યુવાનને આબાદ બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે બીજો યુવાન નદીના પ્રવાહમાં લાપતા બન્યો હતો. જેની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અને 21 વર્ષીય વિશાલ પરમારનો મૃતદેહ મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો હતો. મેગા સર્ચ ઓપરેશનના અંતે યુવકનો મૃતદેહ હાથ લાગતાં જ હોસ્પિટલ ખાતે હાજર પરિવારજનોમાં કલ્પાંત વ્યાપી ગયો છે.

 દ્વારકામાં અધિક માસના પ્રથમ દિવસે ગોમતી નદીમાં સ્નાન કરતી વખતે રાજકોટથી આવેલા બે ભાઈઓ ગોમતી નદીમા ડૂબી ગયા હતા. આ ઘટનામાં એક ભાઈનો બચાવ થયો છે, જ્યારે રાજકોટનો 21 વર્ષીય યુવાન લાપતા થતાં શોધખોળ રેકયું ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. અને 21 વર્ષીય વિશાલ પરમારનો મૃતદેહ મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો હતો.

પવિત્ર અધિક માસને લીધે ગોમતીઘાટ પર રવિવારે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. સ્નાન દરમિયાન એક જ પરિવારના બે યુવાન ભાઈઓ અચાનક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. આસપાસના લોકોએ તેમને ડૂબતા જોઈ બૂમો પાડતા કાંઠા પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી એક યુવાનને આબાદ બચાવી લેવામાં આવ્યો હતો. અને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, બીજો 21 વર્ષીય યુવાન નદીના પ્રવાહમાં લાપતા બન્યો હતો. જેની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.  આ ઘટનાના પગલે સમગ્ર યાત્રાધામમાં શોકનો માહોલ છવાયો છે અને અન્ય દર્શનાર્થીઓને સાવચેતીની રાખવા અંગેની સૂચના આપવામાં આવી છે. નદીમાં સ્નાન કરતી વખતે સૂચનાઓનું પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version