1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને નોકરીયાતો માટે કરી અનેક જાહેરાત
કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને નોકરીયાતો માટે કરી અનેક જાહેરાત

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને નોકરીયાતો માટે કરી અનેક જાહેરાત

0
Social Share

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને 9-12 લાખ રૂપિયા પર 15% ટેક્સ લાગશે. 15 લાખથી વધુની આવક પર 30% ટેક્સ લાગશે. નાણઆ મંત્રીએ જાહેરાત કરી હતી કે, હવે રૂ. 7 લાખ સુધીની વાર્ષિક આવક ઉપર કોઈ ટોક્સ નહીં આપવો પડે, અત્યારે આ સીમા રૂ. 5 લાખ હતી.

ક્રેડિટ ગેરંટી MSME માટે એક સુધારણા યોજના આવશે. 1 એપ્રિલ 2023થી ઉદ્યોગોને 9000 કરોડ રૂપિયા ક્રેડિટ તરીકે આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે સેબીને વધુ શક્તિશાળી બનાવવામાં આવશે. સેબી ડિગ્રી, ડિપ્લોમા અને પ્રમાણપત્ર આપી શકશે અને આ નાણાકીય બજારમાં લોકોની ભાગીદારી માટે કરવામાં આવશે.

મહિલા સન્માન બચતપત્ર યોજના શરૂ કરવામાં આવશે. જેથી મહિલાઓને રૂ. 2 લાખની બચત ઉપર 7.5 ટકા વ્યાજ મળશે. સિનિયર સિટિઝનોના ખાતા સ્કીમની સીમા 4.5 લાકથી 9 લાખ કરાશે. 50 પ્રવાસન સ્થળોની ઓખળ કરીને તેનો વિકાશ કરવામાં આવશે. વિવિધ રાજ્યોની રાજધાનીમાં યુનિટી મોલ ખોલવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. જે હેઠળ વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડેક્ટ અને હેન્ડીક્રાફ્ટ આઈટમને પ્રોત્સાહન મલશે. કોમર્સિયલ વિવિદના નિવારણ માટે સરકાર વિવિદ સે વિશ્વાસ -2 યોજના લાવશે.

રમકડા, સાઈકલ અનો ઓટોમોબાઈલ સસ્તા થશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક વાહનો પણ સસ્તા થશે. વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ મોંઘી બનશે. દેશી કિચન ચિમની પણ મોંઘી થશે. કેટલાક મોબાઈલ ફોન અને કેમેરા સસ્તા થશે. જ્યારે સિગારેટ મોંઘી બનશે.

 કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 લોન્ચ કરશે. યુવાનોને આંતરરાષ્ટ્રીય અવસરો માટે કુશળ બનાવવા વિવિધ રાજ્યોમાં 30 સ્કિલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના કરાશે. આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે મદદ કરવામાં આવશે. 10 હજાર બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.

 ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ અમારી ત્રીજી પ્રાથમિકતા હશે અને સરકારે મૂડી એક્સપેન્ડિચરમાં 33 ટકાનો વધારો કર્યો છે. જેથી દેશના વિકાસને વેગ મળે. તેમજ રોજગારીની નવી તકો ઉભી કરા શકાય. મૂડીખર્ચ માટે બજેટમાં 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેલ, રોડ અને માર્ગો સહિતના મહત્વના ક્ષેત્રોમાં ખાનગી રોકાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે અને 2014 પછી 157 નવી મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી છે.

નાણામંત્રીએ કહ્યું કે રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જે રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ બજેટ ફાળવણી છે. જે વર્ષ 2014માં આપવામાં આવેલી અંદાજપત્રીય ફાળવણી કરતાં 9 ગણી વધારે છે.

KY પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને તેને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ કરવામાં આવશે. વન સ્ટોપ સોલ્યુશન અને ઓળખ તથા સરનામા માટે કરવામાં આવશે. આ ડિજી સર્વિસ લોક અને આધાર દ્વારા વન સ્ટોપ સોલ્યુશન તરીકે કરવામાં આવશે. તમામ ડિજિટલ સિસ્ટમ માટે PAN ઓળખવામાં આવશે. એકીકૃત ફાઇલિંગ પ્રક્રિયા સેટઅપ કરવામાં આવશે. કોમન પોર્ટલ દ્વારા એક જ જગ્યાએ ડેટા હશે, તેનો ઉપયોગ વિવિધ એજન્સીઓ કરી શકશે. વારંવાર ડેટા આપવાની જરૂર રહેશે નહીં, પરંતુ આ માટે યુઝરની સંમતિ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

નાણામંત્રીએ કહ્યું કે મિશન કર્મયોગી અંતર્ગત કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને આના દ્વારા ઓનલાઈન ટ્રેનિંગ પ્લેટફોર્મ શરૂ કરશે. આ માટે સરકારી કર્મચારીઓના કૌશલ્યમાં વધારો કરવામાં આવશે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ત્રણ કેન્દ્રો સ્થાપવામાં આવશે અને તેમના દ્વારા સંશોધન કરવામાં આવશે. આરોગ્ય, કૃષિ જેવા ક્ષેત્રોમાં સમસ્યાઓ દૂર કરવા પર ચર્ચા થશે.

પીએમ આવાસ યોજનાનો ખર્ચ 66 ટકા વધારીને 79000 કરોડથી વધારે કરવામાં આવ્યો છે. આગામી 3 વર્ષમાં આદિવાસી વિદ્યાર્થીઓને સમર્થન આપનાર 740 એકલવ્ય મોડલ સ્કૂલ માટે 38800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. દેશમાં 50 નવા એરપોર્ટ બનાવવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે,  બાળકો અને યુવાઓ માટે નેશનલ ડિજીટલ લાઈબ્રેરી સ્થાપિત કરવામાં આવશે. પશુપાલન, ડેર અને મત્સ્ય પાલન પર ધ્યાન રાખીને કૃષિ ઋણ લક્ષ્યાંકને વધારીને 20 લાખ કરોડ કરવામાં આવશે. વર્ષ 2014 બાદ બનેલી 157 મેડિકલ કોલેજો સાથે કોલોકેશનમાં 157 નવી નર્સિંગ કોલેજ સ્થાપિત કરવામાં આવશે.

ગ્લોબલ હબ ફોર મિલેટ્સ હેઠળ મિલેટ્સમાં ભારત ઘણું આગળ છે. ખેડૂતો માટે પોષણ, ખાદ્ય સુરક્ષા અને આયોજન માટે મિલેટ્સના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. શ્રીઅન્ના રાડી, શ્રીઅન્ના બાજરા, શ્રીઅન્ના રામદાના, કુંગની, કુટ્ટુ આ બધામાં સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા છે. બાજરીમાં ખેડૂતોનું ઘણું યોગદાન છે અને શ્રી અન્નાને હબ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. શ્રીઆનાના નિર્માણ માટે હૈદરાબાદની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ઘણી મદદ મળી રહી છે. વર્ષ 2023-24 માટે રૂ. 20 લાખ કરોડ ક્રેડિટ લક્ષ્ય રખાયો છે.

વિશ્વએ સ્વીકાર્યું છે કે ભારતીય અર્થતંત્ર એક ચમકતો સિતારો છે. એવું માનવામાં આવે છે કે આપણી અર્થવ્યવસ્થા 7 ટકાના દરે વૃદ્ધિ કરશે, જે વિશ્વના અર્થતંત્રમાં સૌથી વધુ છે. નાણામંત્રીએ કહ્યું કે, આ બજેટમાં 7 પ્રાથમિકતાઓ હશે. એગ્રીકલ્ચર એક્સીલેટર ફંડથી એગ્રી સ્ટાર્ટઅપસનો વિકાસ થશે. આનાથી ખેડૂતોને મદદ મળશે અને તેઓ પડકારોનો સામનો કરી શકશે અને તેનાથી ઉત્પાદકતામાં વધારો થશે. બજેટમાં સરકારની સાત પ્રાથમિકતાઓ છે. વંચિતોને પ્રાધાન્ય આપવું એ સરકારની પ્રાથમિકતા છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ ટૂંક સમયમાં બનાવવામાં આવશે. ભારત @ 100 દ્વારા, દેશ વિશ્વભરમાં મજબૂત થશે. ગ્રામીણ મહિલાઓ માટે 81 લાખ સ્વ-સહાય જૂથોને મદદ મળી છે, જેમાં વધુ વધારો કરવામાં આવશે. પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન, હસ્તકલા અને વેપારમાં કામ કરતા લોકોએ કલા અને હસ્તકલામાં યોગદાન આપ્યું. જે આત્મનિર્ભર ભારત માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આના દ્વારા માત્ર આર્થિક મદદ જ નહીં પરંતુ તેમની ટેકનિકલ કૌશલ્ય સુધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, કોરોના સામે લડાઈમાં સરકારે કોરોનાના 220 કરોડ ડોઝ લોકોને આપ્યાં છે. 44.6 કરોડ લોકોને પીએમ સુરક્ષા અને પીએમ જીવન જ્યોતિ યોજનાનો લાભ મળ્યો છે. પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. જનભાગીદારી હેઠળ સરકાર સબકા સાથ, સબકા વિકાસ દ્વારા આગળ વધી છે. 28 મહિનામાંથી 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે, જે નાની વાત નથી.

નાણામંત્રીએ કહ્યું કે, દેશની આઝાદીના અમૃતકાળનું આ પ્રથમ બજેટ છે. અમે દરેક વિભાગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને યુવાનો અને તમામ વર્ગના લોકોને આર્થિક મજબૂતી આપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. વિશ્વમાં મંદી હોવા છતાં, અમારું વર્તમાન વિકાસ અનુમાન 7 ટકાની આસપાસ છે અને ભારત પડકારજનક સમયમાં ઝડપી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. વિશ્વભરના લોકોએ ભારતના વિકાસની પ્રશંસા કરી છે અને આ બજેટ આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ છે. કોવિડ રસીકરણ અભિયાન દેશને એક નવા સ્તરે લઈ ગયો છે અને વિશ્વએ ભારતની શક્તિને ઓળખી છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપી દર 7 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે. સરકારનું વિશેષ ધ્યાન રોજગારીની તકો વધારવાનો રહેશે.. ભારત તરફથી G20 પ્રમુખપદ એક મોટી તક છે અને તે ભારતની તાકાત દર્શાવે છે. નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના લોકોની માથાદીઠ આવક બમણી થઈ છે. માથાદીઠ આવક વાર્ષિક 1.97 લાખ રૂપિયા થઈ ગઈ છે. ભારતીય અર્થતંત્ર પહેલા કરતા વધુ સંગઠિત બન્યું છે. તેની અસર લોકોની જીવનશૈલી પર જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code