1. Home
  2. revoinews
  3. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્દઘાટન
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્દઘાટન

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્દઘાટન

0
Social Share

અમદાવાદ, 5 ડિસેમ્બર, 2025ઃ Union Home Minister Amit Shah inaugurates ‘Swadeshotsav 2025’ ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે. ગૃહમંત્રીએ ઉદ્ઘાટન સમારોહ બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમી ‘સ્વાનુભૂતિ પ્રદર્શની’ પણ  ખુલ્લી મુકી હતી.

સ્વદેશોત્સવનો પ્રારંભ
સ્વદેશોત્સવનો પ્રારંભ

જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મહત્ત્વના વિવિધ વિષયો પર વિશેષ સેમિનારોનું આયોજન આ સ્વદેશોત્સવમાં કરવામાં આવ્યું છે. તદઅનુસાર, ૦૫ ડિસેમ્બરના રોજ, સ્વદેશોત્સવના પ્રથમ દિવસે ‘પર્યાવરણ સંકલ્પ સંમેલન’, ૦૬ ડિસેમ્બરે ‘સ્ટાર્ટઅપ્સ ઉડાન ૨૦૨૫’ અને ‘સ્વદેશી સંકલ્પ અભિયાન’ પર સેમિનાર યોજાશે. ૦૭ ડિસેમ્બરે ‘માતૃશક્તિની ભૂમિકા’ અને ‘સાયબર સિક્યુરિટી અવેરનેસ’ જેવા મહત્ત્વના વિષયો પર સત્રો યોજાવાના છે.

૦૮ ડિસેમ્બરે ‘આયુર્વેદ અને સ્વાસ્થ્ય’ તથા ‘Intellectual Property Rights’ પર અને ૦૯ ડિસેમ્બરે ‘પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી’ જેવા વિષયો પર સત્રો યોજાશે. મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાન, કલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો અવસર પૂરો પાડશે. આ અવસરે સ્વર્ણિમ જાગરણ મંચના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

ગુજરાતની વધુ એક સિદ્ધિ, માથાદીઠ આવક પહેલી વાર ₹3 લાખને પાર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code