UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે
- ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ
- દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ
- પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં
લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, ચાઈનીઝ દોરીનું વેચાણ અને સંગ્રહને અટકાવવા માટે અભિયાન શરૂ કરે. સીએમ યોગીએ સ્પષ્ટ કર્યું છે કે, ચાઈનીઝ દોરીના કારણે કોઈનો જીવ જાય તો તેને હત્યાની શ્રેણીમાં ગણવવામાં આવશે અને તે અંગે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાનની ઉચ્ચસ્તરીય નિયમિત સમીક્ષા કરવામાં આવશે જેથી કોઈ બેદરકારી રહી જાય.
ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ ચોરીના કારણે સતત થઈ રહેલા મોતને લઈને સીએમ યોગી નારાજ છે અને તેમને અધિકારીઓને સીધો સવાલ કર્યો હતો કે, પ્રતિબંધ લાગુ હોવા છતા બજારમાં ચાઈનીઝ દોરી કેવી રીતે પહોંચે છે, તેનું વેચાણ કેવી રીતે થઈ શકે છે. સીએમ યોગીએ વેચાણને તાત્કાલિક અટાકવા માટે નિર્દેશ કર્યો છે. તેમજ કહ્યું કે, ચાઈનીઝ દોરીથી થતા મોતના મામલાને હત્યા માનીને સંબંધિત લોકો સામે હત્યા હેઠળ કાર્યવાહી કરવામાં આવે. ઉત્તરપ્રદેશમાં એક વર્ષમાં ચાઈનીઝ દોરીથી આઠ વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓને તાત્કાલિક ધોરણે અટકાવવા માટે પણ નિર્દેશ કર્યો છે.


