Site icon Revoi.in

ઉત્તર પ્રદેશઃ સંભલમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસ થશે, યોગી સરકારે આપ્યાં આદેશ

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે સંભલમાં તાજેતરમાં થયેલી હિંસાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહ વિભાગના આદેશ અનુસાર હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યોની સમિતિને કેસની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. સમિતિના અન્ય બે સભ્યોમાં નિવૃત્ત IAS અધિકારી અમિત મોહન પ્રસાદ અને ભૂતપૂર્વ IPS અધિકારી અરવિંદ કુમાર જૈન છે. કમિટીને બે મહિનામાં પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે.

ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગ દ્વારા સમિતિની રચનાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતં કે, માનનીય ન્યાયાધીશ દ્વારા જામા મસ્જિદના સ્થાને હરિહર મંદિર હોવાના વિવાદના કારણે 24 નવેમ્બર, 2024 ના રોજ થયેલી ઘટનાના કારણે જે શક્ય છે કે પૂર્વ આયોજિત કાવતરું અથવા સામાન્ય ગુનાહિત કાર્ય છે. તે ઉપરાંત આ ગુનાહિત કાર્યમાં પથ્થમારો અને હિંસાત્મક કૃત્યને કારણે 4 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે. ત્યારે આ કેસમાં કડક તપાસ થવી અનિવાર્ય છે.