1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો, દુનિયાના 11 દેશમાં રસીકરણ
કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો, દુનિયાના 11 દેશમાં રસીકરણ

કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો, દુનિયાના 11 દેશમાં રસીકરણ

0
Social Share

દિલ્હીઃ  ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. એટલું જ નહીં બ્રિટન સહિતના દેશોમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભય ફેલાયો છે. જો કે, રાહતની વાત એ છે કે, અમેરિકા સહિતના દેશોમાં હાલ રસીકરણનું કામ ચાલી રહ્યું છે. અમેરિકા સહિત દુનિયાના લગભગ 11 દેશોમાં હાલ રસીકરણની કામગીરી ચાલી રહી છે. ભારતમાં આગામી દિવસોમાં જ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમેરિકામાં જર્મનીની કંપનીએ બનાવેલી વેક્સિનનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનમાં 6 કંપનીઓની પ્રાયોગિક રસીથી અનેક રાજયોમાં ખુબ જ મોટી વસ્તીમાં અગાઉથી જ રસી મળી ચૂકી છે. 18 ડિસેમ્બરે ચીને જાહેર કર્યું હતું કે તે જોખમવાળા ગ્રુપમાં સામેલ પાંચ કરોડ લોકોને રસી આપશે. પહેલા ચરણમાં 15 જાન્યુઆરી સુધીમાં અઢી કરોડ લોકોને રસી લગાવવામાં આવશે.

રશિયાના રાષ્ટ્રપતિને ડિસેમ્બરની શરૂઆતમાં જ રસીકરણ અભિયાન શરૂ કરવાનું એલાન કર્યું હતું. હાલ રશિયામાં ડોકટરો, શિક્ષકો, સોશિયલ વર્કસને સ્વદેશી રસી આપવામાં આવી રહી છે. બ્રિટન રસીકરણ કરનાર પ્રથમ યુરોપીય દેશ બન્યો છે. અત્યાર સુધીમાં 6 લાખ લોકોને ફાઇઝરની રસી અપાઇ છે. કેનેડામાં સૌ પ્રથમ સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા સ્ટાફને રસી અપાઇ રહી છે. ઇઝરાયેલમાં 20 ડિસેમ્બરે તત્કાલીન વડાપ્રધાન નેતન્યાહૂ સ્વાસ્થ્ય કર્મીઓ અને સૈનિકોને રસી લગાવવામાં આવી હતી. એક દિવસ બાદ 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવી હતી.

સ્વિટ્ઝર્લેન્ડમાં રસી 22 ડિસેમ્બરથી આપવાની શરૂ કરાઈ હતી. પ્રથમ તબકકામાં હેલ્થ અને ઇમરજન્સી સ્ટાફ સાથે સાથે 75 વર્ષના વયથી માંડીને વયોવૃદ્ધોને રસી લગાવવામાં આવી રહી છે. બહેરીન આરબ જગતમાં રસીકરણ અભિયાન શરૂ કરનાર પ્રથમ દેશ છે. બહેરીનમાં રસીકરણ માટે ચીનમાં બનેલી રસીનો પણ ઉપયોગ થઇ શકે છે. ત્રણ લેટિન અમેરિકી દેશો-મેડિકલો, ચીલી અને કોસ્ટારિકામાં પણ ગુરુવારે કોરોના વેક્સિનની રસીકરણની શરૂઆત થઇ ગઇ હતી. આર્જેન્ટીના, આર્યલેન્ડ, મોરક્કોમાં ટુંક સમયમાં રસીકરણની શરૂઆત કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code