1. Home
  2. ગુજરાતી
  3. તમને શાહિદ કપૂરની ભાઇ સાથે જોવા મળી ગજબની કેમેસ્ટ્રી, વર્કઆઉટની ઝલક જોઇને ફિદા થઇ જશો
તમને શાહિદ કપૂરની ભાઇ સાથે જોવા મળી ગજબની કેમેસ્ટ્રી, વર્કઆઉટની ઝલક જોઇને ફિદા થઇ જશો

તમને શાહિદ કપૂરની ભાઇ સાથે જોવા મળી ગજબની કેમેસ્ટ્રી, વર્કઆઉટની ઝલક જોઇને ફિદા થઇ જશો

0
Social Share

દરેક લોકો જાણે છે શાહિદ કપૂર પોતાની એક્ટિંગથી લઇને બીજી અનેક રીતે લોકોને ફિદા કરી દે છે. આ સાથે પોતાની બોડી ફિટ રાખવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. શાહિદ કપૂર ફેન્સને અવારનવાર કોઇને કોઇ અપડેટ આપતા રહે છે. જો કે હાલમાં શાહિદ કપૂરની આ તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં એક્ટરનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. તમે શાહિદની કોઇ પણ ફિલ્મ જોશો તો તમને ખ્યાલ આવશે કે એનો લુક હંમેશા અલગ હોય છે. આ દિવસોમાં શાહિદ કપૂર જિમમાં પરસેવો પાડી રહ્યો છે. આ વિશેનો પુરાવો લેટેસ્ટ તસવીરો છે.

શાહિદ કપૂરે હાલમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તમે એક્ટરની સખત મહેનત જોઇ શકો છો. સોશિયલ મિડીયામાં એક્ટરે પોતાની નવી ઝલક બતાવી છે જે વાયરલ થઇ રહી છે. આ તસવીરો જોઇને ફેન્સ વખાણ કરી રહ્યા છે.

શાહિદે ઇન્સ્ટા પર સન્ડે વર્કઆઉટની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં પહેલી અને બીજી તસવીરમાં શાહિદની સાથે ભાઇ ઇશાન ખટ્ટર પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં શાહિદ અને ઇશાનનો જિમ વિયર જોવા મળી રહ્યો છે. બન્ને ભાઇઓ આ દરમિયાન મિરરમાં જોઇને પોતાના મસલ્સ ફ્લોન્ટ કરતા જોવા મળી રહ્યા છે. મસલ્સ કમાલના લાગી રહ્યા છે. ફેન્સને આ બન્ને ભાઇઓની તસવીરો ખૂબ ગમી રહી છે.

આ તસવીરો પર ફેન્સની અઢળક લાઇક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે. જ્યારે એક તસવીરમાં શાહિદ કપૂર એના બાઇસેપ્સની તસવીરો ખેંચતા જોવા મળી રહ્યા છે. શાહિદ કપૂર અને ઇશાન ખટ્ટરનો આ માચો મેન લુક આ સમયે સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે

શાહિદ કપૂરનુ વર્કફ્રન્ટ
શાહિદ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી ‘અશ્વત્થામા’માં જોવા મળશે. રોશન એન્ડ્રોયુઝના નિર્દેશનમાં બની રહેલી દેવામાં શાહિદ કપૂર પહેલી વાર સાઉથની હસીના પૂજા હેગડે સાથે જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટરનો એક્શન અવતાર જોવા મળશે. ફિલ્મમાં કુબ્રા સૈતની પણ મહત્વની ભૂમિકા છે. મુવી એક એક્શન થ્રિલર છે. ફિલ્મ આ વર્ષે 11 ઓક્ટોબર 2024ના રોજ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે. આ સિવાય શાહિદ કપૂર એની હિટી સિરીઝ ફર્જીની સિઝન 2માં જોવા મળશે.
/shahid-kapoor—share–toned—view-this

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code