Site icon Revoi.in

ઈ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોય. આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના ‘ઇ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ઝ્યુમર વેલ્ફેર ઇન ઇન્ડિયા’ વિષય પરના એક અહેવાલના વિમોચન પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ઇ-કોમર્સના વિકાસને પગલે સમાજના વિશાળ વર્ગમાં લાભની વહેંચણીનું લોકશાહીકરણ થવું જોઈએ.

પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ટેકનોલોજી એ સશક્ત બનાવવા, નવીનતા લાવવાનું અને ઉપભોક્તાઓની જરૂરિયાતો પૂર્ણ કરવાનાં  માધ્યમો – કેટલીક વાર વધારે અસરકારક રીતે – માટેનાં માધ્યમો છે. પરંતુ આ વૃદ્ધિ વ્યવસ્થિત રીતે થવી જોઈએ, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, બજારહિસ્સોની દોડમાં આપણે દેશભરના 100 મિલિયન નાના રિટેલરો માટે વિક્ષેપ ઊભો ન કરવો જોઈએ.

પિયુષ ગોયલે ભારતનાં વિકસતાં અર્થતંત્રનું સંરક્ષણ કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને જેમને હજુ પણ હકારાત્મક કામગીરીની જરૂર છે તેમને સાથસહકાર આપવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “ત્યાં મોટો વર્ગ છે, જે હજુ પણ આપણી મદદને પાત્ર છે. જ્યારે ભારતના ભવિષ્ય માટે નોકરીઓ અને તકોની વાત આવે છે, ત્યારે મને લાગે છે કે આપણે બધાએ આપણી ભૂમિકા ભજવવી પડશે, “તેમણે જણાવ્યું હતું.

પિયુષ ગોયલે ભારતનાં પરંપરાગત રિટેલ ક્ષેત્ર પર ઇ-કોમર્સનાં વધતાં પ્રભાવ અને રોજગારી પર તેની સંભવિત અસરનાં સંબંધમાં પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. મંત્રીએ એવી શક્યતા પર પ્રકાશ પાડ્યો હતો કે આગામી દાયકામાં ભારતનું અડધું બજાર ઇ-કોમર્સ નેટવર્કનો ભાગ બની શકે છે, આ વિકાસને તેમણે “ચિંતાનો વિષય” ગણાવ્યો હતો.

ઇ-કોમર્સની વ્યાપક અસરો પર વિચાર કરીને પિયુષ ગોયલે તેની અસરનું નિષ્પક્ષ અને ડેટા-સંચાલિત વિશ્લેષણ કરવા અપીલ કરી હતી. પશ્ચિમના દેશો સાથે સરખામણી કરતા પિયુષ ગોયલે નોંધ્યું હતું કે, ઇ-કોમર્સના ઉદયને કારણે અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં પરંપરાગત “મોમ એન્ડ પોપ” સ્ટોર્સમાં ઘટાડો થયો છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ ઈ-કૉમર્સ પ્રત્યે સાવચેતીભર્યો અભિગમ ધરાવે છે.

પિયુષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “તે અહીં રહેવા માટે છે, પરંતુ આપણે તેની ભૂમિકા વિશે ખૂબ કાળજીપૂર્વક અને સાવચેતીપૂર્વક વિચારવું પડશે. શું શિકારી ભાવો દેશ માટે સારા છે?” મંત્રીએ ઈ-કોમર્સની સ્થાનિક ઉદ્યોગો અને રોજગારી પર ખાસ કરીને ફાર્મસીઓ અને મોબાઈલ ફોન રીપેરીંગ શોપ જેવા ક્ષેત્રોમાં થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પોતાની ટીપ્પણીના સમાપનમાં તેમણે વ્યાવસાયિક સમુદાય અને નિષ્ણાતોને આગ્રહ કર્યો હતો કે તેઓ વિગતવાર અને વૈજ્ઞાનિક રીતે દેશની જરૂરિયાતોના સંદર્ભમાં ઇ-કોમર્સની અસરનો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને તેનું મૂલ્યાંકન કરે.

#PiyushGoyal #ECommerce #CitizenCentric #DigitalIndia #ConsumerFirst #ECommerceDevelopment #IndiaOnline #TechForPeople #InclusiveGrowth #FutureOfCommerce

Exit mobile version