1. Home
  2. ગુજરાતી
  3. લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા: રાહુલ ગાંધીના આકરા પ્રહારને પગલે સંસદમાં હોબાળો
લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા: રાહુલ ગાંધીના આકરા પ્રહારને પગલે સંસદમાં હોબાળો

લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા: રાહુલ ગાંધીના આકરા પ્રહારને પગલે સંસદમાં હોબાળો

0
Social Share

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: સંસદના લોકસભા ગૃહમાં એન્ટી પેપર લીક બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે યુવાનો અને વિદ્યાર્થીઓનું પ્રદર્શન કોઈ નફરત કે હિંસાથી પ્રેરિત નહોતું, પરંતુ તે દેશના ભવિષ્યની પીડા અને અવાજ હતો. જોકે, તેમના સંબોધન દરમિયાન ‘અંધભક્ત’ અને ‘મૂર્ખ’ જેવા શબ્દોના ઉપયોગ તેમજ પોલીસ કાર્યવાહી પર સવાલો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો અને સત્તાપક્ષ દ્વારા તેમની માફીની માંગ કરવામાં આવી હતી.

  • વિદ્યાર્થીઓનો ગુસ્સો વ્યાજબી હતો: રાહુલ ગાંધી

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશનો યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા ત્યારે તેમની આ પ્રક્રિયામાં ન તો કોઈ પ્રકારની હિંસા હતી કે ન તો નફરત. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ પોતાની લાગણીઓ અને સત્યને વાચા આપી છે, પરંતુ સરકાર આ યુવા અવાજને સમજવામાં નિષ્ફળ રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી અને પેલેટ ગન ચલાવવાના આદેશ કોના દ્વારા આપવામાં આવ્યા હતા?

રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં શિક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે દેશની સમગ્ર શિક્ષણ વ્યવસ્થાને એક પ્રકારે બંધક બનાવી દેવામાં આવી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તો માત્ર એક ‘મુખૌટો’ છે, જ્યારે વાસ્તવિકતામાં શિક્ષણ મંત્રાલય આરએસએસ દ્વારા ચલાવવામાં આવે છે. દેશની યુનિવર્સિટીઓના મોટાભાગના વાઇસ ચાન્સેલર આરએસએસ સાથે જોડાયેલા છે અને ખાનગી કંપનીઓ દ્વારા પરીક્ષાઓ લેવાઈ રહી છે તેમ જણાવી તેમણે શિક્ષણ મોંઘું થવા સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

  • સંસદમાં ભારે હંગામો અને નેતાઓની પ્રતિક્રિયાઓ

સંબોધન દરમિયાન રાહુલે ‘અંધભક્ત’ અને ‘મૂર્ખ’ શબ્દોનો ઉલ્લેખ કરતા સત્તાપક્ષના સાંસદોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ટોકતા બિલના વિષય પર જ બોલવા અને ગંભીર આક્ષેપો ન કરવા તાકીદ કરી હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ વાંધો ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી અસંસદીય ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમણે મર્યાદામાં રહીને બોલવું જોઈએ. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે રાહુલ ગાંધીના સમર્થનમાં ઊભા થઈને કહ્યું કે જો વિપક્ષના નેતા કોઈ ગંભીર મુદ્દો ઉઠાવી રહ્યા છે, તો સરકારે તેનો જવાબ આપવો જોઈએ. વચ્ચે હસ્તક્ષેપ કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહએ ગૃહમાં શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને વિવાદાસ્પદ શબ્દોને રેકોર્ડમાંથી હટાવવાની માંગણી કરી હતી. હોબાળો વધતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code