1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં 9 દિવસમાં જાહેર રોડ પર થુંકનારા 1196 લોકો પકડાયા, 1.18 લાખનો દંડ વસુલાયો
અમદાવાદમાં  9 દિવસમાં જાહેર રોડ પર થુંકનારા 1196 લોકો પકડાયા, 1.18 લાખનો દંડ વસુલાયો

અમદાવાદમાં 9 દિવસમાં જાહેર રોડ પર થુંકનારા 1196 લોકો પકડાયા, 1.18 લાખનો દંડ વસુલાયો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર કચરો ફેંકીને કે પાન-મસાલાની પિચકારી મારીને કે થુંકીને ગંદકી કરનારા સામે મ્યુનિ.ના કમિશનરે કડક પગલાં લેવાનો આદેશ કરતા મ્યુનિ.ના સોલિડ-વેસ્ટ વિભાગ દ્વારા ઝબેશ આદરવામાં આવી છે. જેમાં છેલ્લા 9 દિવસમાં 1196 લોકો પાસેથી 1.18 લાખથી વધુ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. હવે શહેરના સીસીટીવી કેમેરા દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને પાન-મસાલાના લારી-ગલ્લાઓ પર સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ નિરીક્ષણ કરી રહ્યા છે.

અમદાવાદ શહેરને હેરીટેજ સિટી તરીકેનો દરજજો મળેલો છે. અને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ શહેર પ્રથમક્રમે પહોંચવા મથામણ કરી રહ્યું છે. શહેરના મ્યુનિ.કમિશનર સ્વચ્છતાના સૌથી વધુ આગ્રહી છે. અને શહેરના રોડ-રસ્તાઓ પર કચરો જોવા ન મળે તેની વિશેષ તકેદારી રાખવા સોલીડ વેસ્ટ વિભાગને સુચનાઓ આપી છે. ઉપરાંત જાહેર રોડ પર થુંકનારા સામે દંડનીય કાર્યવાહી કરવાનો આદેશ અપાયા બાદ ઝૂંબેશ ચલાવવામાં આવી  છે. શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે અંતર્ગત ટ્રાફિક જંક્શનો અને BRTS કોરિડોરની ગ્રીલ્સ તેમજ ડિવાઈડરોને કરોડો રૂપિયાનાં ખર્ચે સેંકડો મજૂરો – સાધન-સામગ્રી રોકીને સાફ કરાવવામાં આવે છે. આમ છતાં ટૂંકા ગાળામાં જ આ કોરિડોર પર નાગરિકો દ્વારા પાન-મસાલા ખાઈ થૂંકી ફરીથી ગંદી કરી દેવામાં આવે છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે ગત 2 ફેબ્રુઆરીથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહીની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ઝૂંબેશના 9માં દિવસે શહેરના અલગ-અલગ 7 ઝોનમાં ચાર રસ્તા, જાહેર રોડ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકિંગ હાથ ધરીને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. 10 ફેબ્રુઆરીનાં વહેલી સવારથી 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝૂંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 75 ઇસમો પાસેથી રૂપીયા 7650નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ છેલ્લા 9 દિવસમાં 1196 લોકો પાસેથી 1.18 લાખથી વધુ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.

આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરિકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તેજ પ્રમાણે 130થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા 6000થી વધારે CCTV કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થૂંકનાર નાગરિકોની વીડિયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ-મેમો પણ મોકલવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code