1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં સાબરમતી નદીમાં ચાલતી કોન્ટ્રાકટરની તમામ બોટ રિવરફ્રન્ટ ઓથોરિટીએ જપ્ત કરી
અમદાવાદમાં સાબરમતી નદીમાં ચાલતી કોન્ટ્રાકટરની તમામ બોટ રિવરફ્રન્ટ ઓથોરિટીએ જપ્ત કરી

અમદાવાદમાં સાબરમતી નદીમાં ચાલતી કોન્ટ્રાકટરની તમામ બોટ રિવરફ્રન્ટ ઓથોરિટીએ જપ્ત કરી

0
Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી બોટિંગની સેવા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. બોટ ચલાવતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી બોટીગ સેવા હાલ પૂરતી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. બોટ ચાલક કોન્ટ્રાક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ નાણા ન ચુકવતા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સાબરમતી નદીમાં બોટિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી પાસેથી પૈસા લેવાના બાકી નીકળતાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા  કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ બોટો જપ્ત કરવા સાથે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. બોટિંગ કરતી એજન્સીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશનને આવક શેરિંગના રૂપિયા હજુ સુધી ચૂકવ્યા નથી. જેના પગલે યાહુ એન્ટરપ્રાઈઝના કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ સાથે જ એજન્સીની તમામ બોટ ઉપરાંત બોટિંગ સાથે સંકળાયેલો તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. એટલે હવે  એજન્સી બાકી લેણા નહીં ચૂકવે, ત્યાં સુધી બોટ અને તેનો સામાન જપ્ત જ રહેશે. વલ્લભસદન સ્થિત બોટિંગ પોઈન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે. કે,   વડોદરાના હરણી લેકઝોન બોટ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર સતર્ક બની ગયું છે. AMC દ્વારા કાંકરિયા અને સાબરમતી રિવરફ્રન્ટ પર ચાલતી વૉટર રાઈડનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ પાસે લાઈસન્સ સહિતના જરૂરી ડૉક્યૂમેન્ટ જમા કરાવવા જણાવ્યું હતુ. જો કે હજુ સુધી એજન્સી દ્વારા કોઈ ડૉક્યૂમેન્જ જમા કરાવવામાં આવ્યા નથી. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code