1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સરકારી હોસ્પિટલોમાં 1280 જગ્યા ખાલી, 2000 MBBS થયાં પણ ઈન્ટરશીપ માટે હાજર થતા નથી
સરકારી હોસ્પિટલોમાં 1280 જગ્યા ખાલી, 2000 MBBS થયાં પણ ઈન્ટરશીપ માટે હાજર થતા નથી

સરકારી હોસ્પિટલોમાં 1280 જગ્યા ખાલી, 2000 MBBS થયાં પણ ઈન્ટરશીપ માટે હાજર થતા નથી

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં  તબીબી કોલેજોમાં ભણીને એમબીબીએસ થયેલા ડોક્ટરો માટે 3 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં તબીબી ફરજ બજાવવાની જોગવાઇ છે, જે એમબીબીએસ ડોક્ટર તબીબી ફરજ બજાવવા ન માગતા હોય તેમણે રૂ. 10 લાખની રકમનો બોન્ડ રાજય સરકારમાં જમા કરાવવાનો હોય છે. રાજ્યમાં 1280 ખાલી જગ્યા સામે 2 હજાર જેટલા એમબીબીએસ ડોકટરો ચાલુ વર્ષે ફરજ માટે તૈયાર છે છતાં ડોક્ટરો હાજર થતા ન હોવાની ફરિયાદ ઊઠતાં રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા એમબીબીએસના ડોક્ટરો માટે ત્રણ વર્ષ અને એમબીબીએસ પછી એમડી, એમએસ કરતા પોસ્ટ ગ્રેજ્યુએશન ડોકટરો માટે અભ્યાસક્રમ પુરો કર્યા પછી 1 વર્ષ માટે સરકારી હોસ્પિટલમાં તબીબી સેવા બજાવવાની હોય છે. એમબીબીએસ કર્યા પછી 3 વર્ષની તબીબી સેવા ન કરવી હોય તો રૂ. 10 લાખની પેનલ્ટી છે, જ્યારે પીજી કરતા ડોક્ટરો માટે 1 વર્ષની તબીબી સેવા ન બજાવવી હોય તો રૂ. 3 કરોડની પેનલ્ટી છે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1280 તબીબોની જરૂરિયાત છે, જેની સામે 2 હજાર ડોક્ટરો પાસ થયા છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં જેટલી ખાલી જગ્યા છે, તેના કરતાં વધારે ડોકટરો પાસ થયા છે. આમ છતાં આ બે હજાર જેટલા ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં સમયસર હાજર થઇ રહ્યા નથી. કેટલાક કિસ્સામાં તો મોડા હાજર થતા ડોકટરોને પણ આવકારવા સરકાર તૈયાર છે, પણ ડોક્ટરો હાજર થતા નથી.

રાજ્યમાં ખાનગી મેડિકલ કોલેજોમાં તો તોતિંગ ફી હોય છે. જ્યારે સરકારી કોલેજોમાં સાવ નજીવી ફીમાં ભણીને એમબીબીએસ થતાં ડોક્ટરો ગામડાંમાં કે સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવવા માગતા નથી હોતા. સરકારી તબીબી કોલેજો માટે વર્ષે કરોડોનો ખર્ચ સરકાર કરે છે. પ્રજાના ટેક્સના નાણામાંથી ભણીને તબીબ થયેલા ડોક્ટરો એક-બે વર્ષ સરકારી હોસ્પિટલોમાં સેવા આપે તેવી સરકારે જોગવાઈ કરી હોવા છતાં મોટાભાગના એમબીબીએસ થયેલા ડોક્ટરો સરકારી હોસ્પિટલોમાં ફરજ પર હાજર થતાં નથી, ત્યારે આવા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઊઠી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code