Homeગુજરાતીકચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવે છે. કચ્છમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું જાણકારી માની રહ્યાં છે. દરમિયાન આજે વહેલી સવારે ખાવડા પંથકમાં ધરા ધ્રૂજી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ખાવડા નજીક આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ આંકાની તીવ્રતા 3.5ની નોંધાઈ હોવાનું જાણવા મળે છે. વહેલી પરોઢે લોકો નિદ્રામાં હતા ત્યારે લગભગ 3.54 કલાકે ભૂકંપનો આચકો આવતા અચાનક જાગી ગયા હતા અને ઘરની બહાર દોડી ગયા હતા. સદનસીબે આ ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. જો કે, કચ્છમાં ભૂકંપનો ફરીથી આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img