1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ટીંબા ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા 3નાં મોત, અકસ્માત બાદ ડમ્પર સળગી ગયું
સુરતના ટીંબા ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા 3નાં મોત, અકસ્માત બાદ ડમ્પર સળગી ગયું

સુરતના ટીંબા ગામ નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા 3નાં મોત, અકસ્માત બાદ ડમ્પર સળગી ગયું

0
Social Share

સુરતઃ રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. પુર ઝડપે ચલાવાતા વાહનોને લીધે તેમજ ઓવરટેક કરવાની લાહ્યમાં અકસ્માતો સર્જાતા હોય છે. સુરત જિલ્લાના ટીંબા ગામ નજીક પુરફાટ ઝડપે જતાં ડમ્પરે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ યવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ડમ્પરમાં આગ લાગી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે. કે, સુરતના કામરેજ તાલુકાના વિહાનથી ટિંબા ગામ તરફ જતા રસ્તા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભરૂચના પાનોલીના વતની વિજય વસાવા, અનિલ વસાવા અને વિપુલ વસાવા ત્રણેય યુવાનો બાઈક પર સવાર થઈને વિહાનથી ટિંબા ગામ તરફ જતા હતા. ત્યારે બાઈક પર સવાર ત્રણેય યુવાનો ડમ્પરની અડફેટે આવી જતાં કચડાઈ ગયા હતા. આ ઘટનામાં બાઈકસવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. અકસ્માત બાદ શોર્ટસર્કિટના કારણે ડમ્પરમાં આગ લાગી હતી. ઘટનાની જાણ કામરેજ પોલીસ અને ફાયર વિભાગને થતાં બંને ટીમો સ્થળ પર પહોંચી દોડી આવી ડમ્પરમાં આગ બુઝાવીને અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટનાને લઈને  લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. મૃતકનાં પરિવારજનોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય યુવાનો મજૂરીકામ કરતા હતા.

દરમિયાન કામરેજ પી.આઈ આરબી ભટોળે જણાવ્યું હતું કે 11 વાગ્યાની આસપાસ ટિંબા રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે, જેમાં ત્રણેય બાઈકસવારો ભરૂચના પાનોલીના રહેવાસી છે, જેમાંથી એકની ઓળખ વસાવા વિજય દિનેશ કુમાર તરીકે થઇ છે. તેઓ બારડોલી તરફથી આવતા હતા અને ડમ્પર ગલતેશ્વર તરફથી બારડોલી તરફ જતું હતું. એ દરમિયાન ટિંબા ગામની સીમમાં અકસ્માત સર્જાયો હતો. ત્રણેય બાઈકસવારો ડમ્પરની નીચે આવી જતા તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. આ ઉપરાંત ડમ્પરમાં સ્પાર્ક થતાં એમા આગ લાગી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code