1. Home
  2. revoinews
  3. સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ
સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

સ્થૂળતા નિવારણના થીમ સાથે 8મા નેચરોપેથી દિવસની ઉજવણીઃ આ પાંચ બાબતો સાથે કાયમ રહો સ્વસ્થ

0
Social Share

અમદાવાદ, 18 નવેમ્બર, 2025ઃ 8th Naturopathy Day  ભારતમાં દર વર્ષે 18 નવેમ્બરના રોજ નેચરોપેથી દિવસ ઉજવવામાં આવે છે. નેચરોપથી અર્થાત પ્રાકૃતિક સારવાર પદ્ધતિ જે એલોપેથી અથવા અન્ય દવા વિનાની સારવાર પદ્ધતિ છે. તેને નેચરોપેથી કહેવામાં આવે છે. તેના દ્વારા સકારાત્મક માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવે છે. ભારત સરકારના આયુષ (આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી) મંત્રાલય દ્વારા 18 નવેમ્બર, 2018ના રોજ પ્રાકૃતિક સારવાર દિવસની શરૂઆત કરવામાં આવી હતી. એ દૃષ્ટિએ આ 8મો રાષ્ટ્રીય પ્રાકૃતિક સારવાર દિવસ છે.

આ વર્ષે આયુષ મંત્રાલય દ્વારા સ્થૂળતાની થીમ નક્કી કરવામાં આવી છે. theme of obesity prevention જેમાં સલામત રીતે વજન ઘટાડવાની પદ્ધતિને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. આ વર્ષના થીમમાં – તેલ વિનાનું ભોજન, નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિ, પરંપરાગત કુદરતી સારવાર પદ્ધતિઓ તથા તંદુરસ્તી જળવાય એ રીતે લાઈફ સ્ટાઈલમાં પરિવર્તન લાવવાનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેરના જાણીતા નેચરોપેથી નિષ્ણાત શ્રી મુકેશભાઈ પટેલે REVOI સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નેચરોપેથી એટલે મૂળભૂત રીતે રોજિંદા જીવનમાં જાગ્રતિ કેળવવી.  બીમારી આવે ત્યારે સારવાર લેવી પડે એ સાચું પરંતુ નેચરોપેથી અર્થાત પ્રાકૃતિક ચિકિત્સા એ લાઈફસ્ટાઈલને સુધારવા માટેની પદ્ધતિ છે.

32 વર્ષથી નેચરોપેથીની પ્રેક્ટિસ કરી રહેલા મુકેશભાઈ પોતાના સોશિયલ મીડિયા ઉપરાંત વીડિયો દ્વારા નિયમિત રીતે વિવિધ આરોગ્યલક્ષી ટિપ્સ વ્યાપક સમાજને આપતા રહે છે. Stay healthy with these five things  આજે આ વિશેષ દિવસ નિમિત્તે તેમણે રિવોઈ ન્યૂઝને જણાવ્યું કે, હકીકતે પંચ તત્વો ઉપર ધ્યાન આપીએ તો મહદંશે બીમારી કે શારીરિક મુશ્કેલીઓને ટાળી શકાય છે. જેમ કે પાણી, પ્રાણાયામ, તડકો અને અવકાશ. રોજિંદા જીવનમાં આટલી બાબતોનું ધ્યાન રાખવામાં આવે અને યોગ કરવામાં આવે તો એ જ નેચરોપેથી છે. આ બાબતો ઉપર ધ્યાન આપવાથી શરીર મજબૂત થાય છે અને તેમાં બીમારી સામે લડવાની ક્ષમતા ઊભી થાય છે.

 

રામ મંદિર અંગે આવી સૌથી મોટી અપડેટઃ ભક્તો માટે ખાસ સંદેશ, જુઓ વીડિયો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code