Homeગુજરાતીક્રિકેટના મેદાન ઉપરાંત ચેસની રમતમાં પણ ચહલે સાથી ખેલાડીઓને આપી ચેલેન્જ

ક્રિકેટના મેદાન ઉપરાંત ચેસની રમતમાં પણ ચહલે સાથી ખેલાડીઓને આપી ચેલેન્જ

દિલ્હીઃ હરીફ ટીમના બેસ્ટમેન પોતાની જાગુઈ ફીરકીમાં ફસાવીને વિકેટ લેનાર સ્પીનર યુઝવેન્દ્ર ચલહ દિમાગની રમતમાં એક-બે નહીં પરંતુ 3 સાથી ખેલાડીઓને ચેલેન્જ આપી હોવાનો ફોટો સામે આવ્યો છે. ચેસની રમત તો, મગજ થી હાર અને જીત મેળવવાની આ રમતમાં ચહલ જૂનિયર લેવલ પર ચેમ્પિયન પણ રહી ચુક્યો છે. FIDE ની રેન્કીંગમાં પણ તેનુ નામ નોંધાઈ ચુકેલુ છે.

ભારતીય ક્રિકેટર ચહલનો ફોટો સોશિયલ મીડિયામાં વાયલ થયો છે. ચેસની રમતમાં એબી ડિવિલીયર્સ, બીજો મહંમદ સિરાજ અને વોશિંગ્ટન સુંદર સામે એકલો જોવા મળે છે. ચહલ અવાર-નવાર ચેસની રમત રમતો જોવા મળે છે. તેની બોલીંગમાં તેની આવડ અને તેના મગજ બંનેનુ મિશ્રણ પણ જોવા મળે છે. બોલને હાથમાંથી રિલીઝ કરવાના અંતિમ પળ સુધી બેટ્સમેનના મગજને વાંચતો રહે છે. આ જ કારણે તેને સફળતા મળતી રહેતી હોય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular