1. Home
  2. ગુજરાતી
  3. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પાઈને ભારત પર લગાવ્યો આરોપ, કહ્યું ભારતથી મળેલી હાર ભૂલ્યા નથી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પાઈને ભારત પર લગાવ્યો આરોપ, કહ્યું ભારતથી મળેલી હાર ભૂલ્યા નથી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પાઈને ભારત પર લગાવ્યો આરોપ, કહ્યું ભારતથી મળેલી હાર ભૂલ્યા નથી

0
Social Share
  • ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ભારત પર લગાવ્યા આરોપ
  • કહ્યું ભારતથી મળેલી હાર ભૂલ્યા નથી
  • ભારતે 2-1થી જીતી હતી ટેસ્ટ સીરીઝ

દિલ્લી: ભારતીય ક્રિકેટ ટીમએ ઓસ્ટ્રેલિયાને પોતાની ધરતી પર 2-1 હરાવીને જે રીતે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફીમાં ઈતિહાસ સર્જ્યો હતો તેને લઈને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના કેપ્ટન ટીમ પાઈને પ્રતિક્રિયા આપી છે. આ બાબતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટને કહ્યું કે ભારતીય ટીમ દ્વારા પહેલા જણાવવામાં આવ્યું હતુ કે તેઓ બ્રિસબેનના ગાબા મેદાનમાં બાયો બબલના કારણે રમવાની ના પાડી રહી છે. આ વસ્તુના કારણે અમારુ ધ્યાન હટી ગયુ હતુ.”

ઓસ્ટ્રેલિયાના કેપ્ટને આગળ કહ્યું કે ભારતીય ટીમ એ વાતમાં ચાલાક છે અને જાણે છે કે વિરોધી ટીમનું ધ્યાન કેવી રીતે ભટકાવવામાં આવે, અને અમે તેમાં ફસાઈ ગયા.

ભારતીય ટીમે આ મેદાન પર 3 વિકેટથી જીત મેળવી હતી અને ઓસ્ટ્રેલિયાને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ સીરીઝમાં ભારતની ટીમના દિગ્ગજ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાના કારણે બહાર થઈ ગયા હતા અને એવુ કહી શકાય કે ભારત-સી ટીમ ના હાથથી ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પાઈન પર કેપ્ટનશિપ છોડવાનું પણ દબાણ હતુ અને હવે તેમણે ભારતીય ક્રિકેટ ટીમ પર આ પ્રકારના આક્ષેપ કર્યા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની જ ધરતી પર વર્ષ 2019માં પણ ભારત સામે હારનો સામનો કર્યો છે અને તે વખતે ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટીમ પાઈન જ હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code