Homeગુજરાતીદિગ્ગજ અભિનેતા દિલીપકુમાર મુંબઈની હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર મુંબઈની હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

  • દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી
  • મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં કરાયા દાખલ
  • શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

મુંબઈ : દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પત્ની સાયરા બાનુનું કહેવું છે કે તેમને થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગત મહિને જ દિલીપકુમારને કેટલાક ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે 2 દિવસ સુધી દાખલ થયા બાદ દિલીપકુમારને ફરીથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ સાયરાએ અભિનેતા માટે પ્રાર્થના કરવા માટે બધાનો આભાર માન્યો હતો.

જયારથી દેશ કોવિડ મહામારી સામે લડી રહ્યો છે, ત્યારથી સાયરા બાનુએ દિલીપ કુમારને ક્વોરેન્ટાઇન પર રાખ્યા છે. તે તેની સંપૂર્ણ સંભાળ લઈ રહી છે. તે પણ તેમને એક ક્ષણ માટે એકલા છોડતી નથી. આ સાથે તે દિલીપકુમારના સ્વાસ્થ્ય અપડેટ્સને ચાહકો સાથે પણ શેર કરતી રહે છે.

દિલીપ કુમાર 98 વર્ષના છે.કોરોનાના કારણે તેમણે સંપૂર્ણ તકેદારી રાખી છે.કોરોનાના કારણે દિલીપ કુમારે પોતાનો જન્મદિવસ પણ મનાવ્યો ન હતો. હજુ ગયા વર્ષે દિલીપ કુમારના બે નાના ભાઈઓ અસલમ ખાન અને અહસાન ખાનનું કોરોનાના કારણે નિધન થયું હતું.

સંબંધિત લેખો

Most Popular