Homeગુજરાતીઅમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકાર કર્યો નિર્ણય

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકાર કર્યો નિર્ણય

અમદાવાદઃ શહેરને સ્પોટર્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ જમીનો અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તેથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળને પણ જાણ કરી દેવામાં આવી છે.

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેડીયમની આસપાસ બીજા સ્પોટ્રસ સંકુલ બનાવવાનું સરકારનું આયોજન છે. ઓલમ્પિક અને બીજી આંતરરાષ્ટ્ર્રીય રમતો માટે સરકાર અત્યારથી જ તૈયારી કરી રહી છે, જેના માટે સરકારને જમીનની આવશ્યકતા છે તેથી સરકારી જમીનનો ઉપયોગ કરવાનો થાય છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળએ સ્પોટર્સને ઉત્તેજન આપવા તેમજ બુનિયાદી સુવિધા ઉભી કરવા માટે નિવિદા જાહેર કરી છે અને સલાહકારોની નિયુકિત કરવાનું નક્કી કર્યુ છે.

ઔડાએ સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવની આસપાસ સાત ગામડાઓની સરકારી જમીન માટે પ્રતિબધં મૂકતા આદેશ બહાર પાડ્યા છે. એટલે કે સરકારનો મહેસૂલ વિભાગ આ સાત ગામોની સરકારી જમીન વેચી શકશે નહીં કે લીઝ પર આપી શકશે નહીં. કોઇ સંસ્થાને ભાડે પણ આપી શકશે નહીં. ઔડાએ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લા કલેકટરને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ ગામડાંની તમામ સરકારી જમીનનો ઉપયોગ સ્પોટર્સ એકિટવિટી માટે કરવાનો થતો હોવાથી તેમાં પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.

તેથી કોઇપણ સંસ્થાને આ જમીન આપવામાં આવે નહીં.  સ્પોટર્સ એકિટવિટીના પ્રથમ ચરણમાં એશિયાડ અને ઓલમ્પિક ખેલોનું યજમાન પદ અમદાવાદને લેવાનું હોવાથી આ જગ્યાએ સ્પોટર્સ સંકુલોનું નિર્માણ કરવામાં આવશે. આ જગ્યા એટલા માટે પસદં કરવામાં આવી છે કે બાજુમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે અને એરપોર્ટ પણ નજીક છે. સ્પોટર્સ કોમ્પલેકસ માટે ઔડા ટૂંક સમયમાં ટેન્ડરો ઇસ્યુ કરશે અને એજન્સીઓ નક્કી કરશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img