Homeગુજરાતીખગોળશાસ્ત્રીઓને મળી સફળતા: અંતરીક્ષમાંથી ગામા રેઝનો ઝબકારો ઝડપ્યો, ભારતના વૈજ્ઞાનિકોનું પણ નોંધપાત્ર...

ખગોળશાસ્ત્રીઓને મળી સફળતા: અંતરીક્ષમાંથી ગામા રેઝનો ઝબકારો ઝડપ્યો, ભારતના વૈજ્ઞાનિકોનું પણ નોંધપાત્ર યોગદાન

  • ખગોળશાસ્ત્રીઓને મળી મોટી સફળતા
  • અંતરીક્ષમાંથી ગામા રેઝનો ઝબકારો ઝડપ્યો
  • ભારતીય વૈજ્ઞાનિકોનું પણ યોગદાન

નવી દિલ્હી: ખગોળશાસ્ત્રીઓને મોટી સફળતા સાંપડી છે. ખગોળશાસ્ત્રીઓને અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નાસાના ફર્મી ગામા સ્પેસ ટેલિસ્કોપની મદદથી ગામા કિરણોનો ઝબકારો મેળવવામાં સફળતા મળી છે. ખગોળશાસ્ત્રીઓ અનુસાર ગામા કિરણોનો તે ઝબકારો અંતરીક્ષમાંના એક વિરાટકાય તારાના મૃત્યુને કારણે થયો હતો.

ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નલોજી દ્વારા જારી થયેલી વિગતો એમ કહે છે કે આ સંશોધન પત્ર 2021ની, 26 જુલાઇએ નેચર એસ્ટ્રોનોમીમાં પ્રસિદ્વ કરાયું છે.

આ મહત્વના સંશોધનમાં ભારતની આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ઓફ ઓબ્જર્વેશનલ સાયન્સિઝ  (એ.આર.આઇ.ઇ.એસ.-એરીસ-નૈનીતાલ)ના શશીભૂષણ પાંડે ઉપરાંત ઇન્સ્ટિટયુટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી(ડીટીએસ), ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ(આઇ.યુ.સી.એ.એ.-આઇયુકા-પુણે),નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ-ટાટા ઇન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ(એન.સી.આર.એ.-પુણે) અને ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી(આઇ.આઇ.ટી.-મુંબઇ)ના વિજ્ઞાાનીઓએ પાયારૂપ યોગદાન આપ્યું છે.

સંશોધનપત્રની વિગતો અનુસાર, ગામા કિરણોનો તે ઝબકારો પૃથ્વીથી અબજો પ્રકાશ વર્ષના દૂરના અંતરીક્ષમાંથી જોવા મળ્યો હતો. એમ કહો કે ટેલિસ્કોપ દ્વારા ઝડપી શકાયો હતો. ખગોળશાસ્ત્રીઓ અનુસાર ગામા રેઝના ઝબકારા બે પ્રકારના હોય છે. એક, ટૂંકા સમયગાળાનો અને બીજો લાંબા સમયગાળાનો હોય છે.

સામાન્ય રીતે ગામા રેઝના આવા ઝબકારા બે સેકન્ડઝ કરતાં પણ ઓછા સમયના હોય છે. અમે લોન્ગ બેઝ બર્સ્ટ ઝડપી શક્યા છીએ જે કોઇ અતિ વિરાટ કદના તારાના મૃત્યુ સમયે થતો  હોય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular