Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ખાણી-પીણીના 24 સ્ટોલ માટે જાહેર હરાજી થશે

અમદાવાદમાં લો-ગાર્ડન હેપ્પી સ્ટ્રીટમાં ખાણી-પીણીના 24 સ્ટોલ માટે જાહેર હરાજી થશે

અમદાવાદ, 9 ઓક્ટોબર, 2026 : Public auction to be held for 24 food and beverage stalls in Law Garden Happy Street શહેરના લો-ગાર્ડનના હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં વધુ 24 સ્ટોલ માટે  મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર હરાજી કરાશે. એએમસી દ્વારા અગાઉ ફૂડ સ્ટ્રીટમાં 48 જેટલા ખાણીપીણીના સ્ટોલ હરાજી આપવામાં આવેલા છે. હવે બાકી રહેલી જગ્યામાં 24 વેપારીઓને જાહેર હરાજીથી જગ્યા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસીના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આ અંગેનું ટેન્ડર પણ બહાર પાડ્યું છે.

એએમસીના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના લો ગાર્ડનના હેપી સ્ટ્રીટમાં વધુ 24 જેટલા ખાણીપીણીના સ્ટોલ માટે ટેન્ડર જારી કરવામાં આવ્યું છે. આ જગ્યા જાહેર હરાજીથી માસિક 15,000 રૂપિયાના બેઝ પ્રાઈસ લેખે ભાડે આપવામાં આવશે. ખાસ વાત એ છે કે, આ જાહેર હરાજીમાં જે ભાડું નક્કી થશે, તે ભવિષ્યમાં હેપી સ્ટ્રીટના તમામ વેપારીઓ માટે લાગુ પડશે. ટેન્ડર ફોર્મ 17 ઓક્ટોબર સુધી જમા કરાવવાના રહેશે અને 23 ઓક્ટોબરના રોજ જાહેર હરાજી પ્રક્રિયા હાથ ધરાશે. આ હરાજીમાં જૂના લો ગાર્ડન ખાણીપીણી બજારના વેપારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.

લો ગાર્ડન હેપ્પી ફૂડ સ્ટ્રીટમાં રાત્રે 1 વાગ્યા સુધી નિયમોને આધિન વેપાર કરવાની મંજુરી આપવામાં આવેલી છે. જગ્યાની હાલની સ્થિતિમાં કોઈપણ બાંધકામ કે ફેરફાર કરવા પર પ્રતિબંધ છે. કેટલાક સ્ટોલધારકોએ પોતાની જગ્યામાં બીજા નાના સ્ટોલવાળાઓને ઘુસાડી દીધા છે. એક ગાળાની મંજૂરી હોય ત્યાં બે થી ત્રણ ગાળામાં વેપાર ચાલી રહ્યો છે. જોકે એસ્ટેટ વિભાગ દ્વારા નેટિસ આપીને કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular