Homeગુજરાતીઅજમો જ નહી તેના છોડના પાન પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદા -...

અજમો જ નહી તેના છોડના પાન પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદા – જાણો કઈ સમસ્યામાં લાગે છે કામ

  • અજમાના પાન ઔષધિગુણોથી ભરપુર
  • કફ,શરદીને મટાડે છે આ પાનનું સેવન
  • વનજ ઉતારવામાં પણ ઉપયોગી છે અજમાના પાન

અજમો નામ સાંભળતાની સાથે જ આપણાને તેના ઔષધિય ગુણો યાદ આવી જાય છે.ખરેખર અજમો અનેક ગુણોથી ભરપુર હોય છે.જે રીતે અજમો કફ છૂટો પાડે છે, શરદીમાં રાહત આપે છે અને ગળાની સમસ્યામાંથી છૂટકારો આપે છે તે જ રીતે અજમાના લીલા પાન પણ અનેક બીમારીઓમાં રાહત આપવાનું કામ કરે છે.અજમાથી વધુ ગુણો તેના પાનમાં સમાયેલા હોય છે.તો ચાલો જાણીએ અજમાના પાનનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ અને તેનાથી કયા કયા ફાયદાઓ થાય છે.

અજમાના પાનના ઉપયોગ તથા ફાયદા

જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે અજમાના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળઈ લેવા જોઈએ અને દરરોજ સવારે ખાલી પેટે અજનામા આ પાણીનું સેવન કરવું જોઈએ જેનાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

અજમાના પાનને પાણીમાં ઉકાળીને તેમાં મરી પાવડર, લીબું નાખીને પીવાથી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે, આ અજમાના પાનનો ઉકાળો આરોગ્યને તંદુરસ્ત અને પેટને સ્વાસ્થ બનાવે છે.

જો તમને જટીલ ખાસી થઈ ગઈ હોય ઘણા સમયથી ખાસી મટતી જ ન હોય તેવા સમયે આ અજમાના પાન કારગાર સાબિત થાય છે, તે માટે અજમાના પાન પર મીઠૂં લગાવીને તેને ગરમ તવીમાં શેકીની તેને ચાવી જવાને તેનો રસ ગળી જવાથી ખાસીમાં રાહત મળે છે.

જો તમને હાથ પગના સાંઘા દૂખતા હોય ત્યારે મીઠા સાથે અજમાના પાનને તવીમાં શેકીને તે પાનને દુખાવા પર લગાવાથી દૂખાવામાં રાહત મળે છે.

અજમાના પાનનું સેવન પીત્ત, કફ, શરદી, અપચો, ગેસ , આફરો દરેક સમસ્યામાંથી રાહત આપવાનું કાર્ય કરે છે.

આ સાથે જ તુલસી તથા અજમાના પાનને મિક્સ કરીને તેનું સેવન કરવાથી તે માઉથ ફ્રેશનરનું કામ કરે છે,જે લોકોના મોઢામાંથી દૂર્ગંઘ આવતી હોય તે લોકોએ અજમા તથા તુલસીના પાનનું દરોજ ત્રણ વખત સેવન કરવું જોઈએ તેનાથી આ સમસ્યામાંથી કાયમ માટે છૂટકારો મળશે,

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img