Homeગુજરાતીપંજાબઃ લુધિયાણામાં કોર્ટ પરિસરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના - 2 લોકોના મોત

પંજાબઃ લુધિયાણામાં કોર્ટ પરિસરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના – 2 લોકોના મોત

  • લુઘિયાણા કોર્ટ પરિસણમાં બોમ્બ બ્લાસ્ટ થયો
  • અત્યાર સુધી 2 લોકોના મોતના સમાચાર

 

ચંદીગઢઃ-  પંજાબના લુધિયાણામાં  આજરોજ ગુરુવારેબપોરે 12 વાગ્યે આસપાસ કોર્ટ પરિસરના બીજા માળે બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી રહી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ બ્લાસ્ટમાં   2 લોકોના મોત થયા હતા. આ સાથે જ આ વિસ્ફોટમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.

હાલ આ બ્લાસ્ટ અંગેનું કારણ  શોધવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતીમુજબ આ બ્લાસ્ટ લુધિયાણા કોર્ટના વોશરૂમમાં થયો હતો. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં ભયનો માહોલ રજ્યો છે. અને સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી,ઘટનાને પગલે  પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.

મળતી માહીતી પ્રમાણે લુઘિયાણા કોર્ટ સંકુલના બીજા માળે સ્થિત વોશરુમમાં આજે ગુરુવારના રોજ બપોરે 12.22 કલાકે આ બ્લાસ્ટ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનાથી બાથરૂમની દિવાલો પડી ભાંગી હતી અને મોટૂ નુકસાન થયું હતું અને બાજુના રૂમની બારીઓના કાચ પણ તૂટી ગયા હતા.હાલ પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

સંબંધિત લેખો

Most Popular