1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કાનું 58 સીટો માટે મતદાન શરુ- કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો
ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કાનું 58 સીટો માટે મતદાન શરુ- કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કાનું 58 સીટો માટે મતદાન શરુ- કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો

0
Social Share
  • ઉત્તર પ્રદેશમાં મતદાન શરુ
  • પ્રથમ તબક્કામાં 58 સીટો માટે મતદાન થશે
  • 623 ઉમેદવારોનું ભવિષ્ય થશે નક્કી

 

લખનૌઃ- ઉત્તર પ્રદેશમાં હાઈ-વોલ્ટેજ ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બાગપત, બુલંદશહર, શામલી, મુઝફ્ફરનગર, અલીગઢ, મથુરા અને આગ્રા જિલ્લામાં મતદાન થનાર છે.

આ પ્રથમ તબક્કાના મતદાનને લઈને ભઆજપમાં થોડા અંશે બીજા તબક્કાઓમાં તેની અસર પડવાનો ભય. દેખાઈ રહ્યો છે તેનું કારણ એ છે કે પહેલા તબક્કામાં પશ્ચિમ યુપીમાં મતદાન થઈ રહ્યું છે અને આ વિસ્તાર ખેડૂતોના આંદોલનમાં સક્રિય હતું . આ પટ્ટાના ખેડૂતો પણ તેમના આંદોલનને લઈને ભાજપથી નારાજ હોવાનું કહેવાય છેજો કે આ મામલે સીએમ યોગીએ આવા કોઈ વાતનો ઈન્કાર કર્યો છે. SP-RLD ગઠબંધનને રાજ્યના આ ભાગમાંથી ઘણી આશાઓ છે. ત્યારે હવે જોવું રહ્યું કે ા મતદાન શું રંગ લાવશે

કોરોનાના નિયમો અને સુરક્ષા બાબતે ખાસ બંદોબસ્ત

ગૌતમ બુદ્ધ નગરના ડીએમ સુહાસ એલવાયએ મતદાન મથક પર પહોંચીને લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે  હું નાગરિકોને આજે મતદાન કરવા માટે ઘરની બહાર આવવા વિનંતી કરું છું. તમામ મતદાન મથકો પર આદર્શ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. અર્ધલશ્કરી દળો તૈનાત છે અને વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. તમામ મતદાન મથકો પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે અલીગઢમાં પણ પ્રથમ તબક્કાના મતદાનમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પરંતુ ધુમ્મસના કારણે મતદાનની ગતિ થંભી ગઈ છે. ઘુમમ્સ હોવાના કારણે લોકોની સંખ્યા સવારમાં વધુ દેખાઈ નહોતી.આ મતદાન આજે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code