Homeગુજરાતીગુજરાતઅરવલ્લીમાં બે ટ્રક અને કાર ટકરાતા આગ ફાટી નીકળી , 6ના મોતની...

અરવલ્લીમાં બે ટ્રક અને કાર ટકરાતા આગ ફાટી નીકળી , 6ના મોતની શંકા

  • અરવલ્લીમાં ભયાનક ત્રિપલ અકસ્માત
  • ભયાનક મોટી માર્ગ હોનારત સર્જાઇ
  • બે ટ્રક અને કાર ટકરાતા આગ ફાટી નીકળી

મોડાસા: અરવલ્લી જિલ્લામાં મોટી માર્ગ હોનારત થઈ છે. મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક અને એક કાર વચ્ચે ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. કેમિકલ ભરેલા ટેન્કર સાથે ટક્કર બાદ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી એક મૃતદેહ બહાર કાઢી શકાયો છે. આગના કારણે મોડાસા – નડિયાદ હાઇવે બંધ કરાયો છે, બંને તરફ 10 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular