Homeગુજરાતીઆંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.0ની તીવ્રતા નોંધાઈ

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.0ની તીવ્રતા નોંધાઈ

  • આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા
  • 5.0ની નોંધાઈ તીવ્રતા
  • કોઈ જાનહાનિ કે નુકસાન નહીં

દિલ્હી:આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.૦ માપવામાં આવી છે. જો કે આંચકાના કારણે હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular