Homeગુજરાતીઅદાણી ટોટલ ગેસનું Q1 FY23 પરિણામ જાહેરઃ PNG ગ્રાહકોની સંખ્યા 6 લાખને...

અદાણી ટોટલ ગેસનું Q1 FY23 પરિણામ જાહેરઃ PNG ગ્રાહકોની સંખ્યા 6 લાખને પાર, સીએનજી સ્ટેશનો વધીને 349 થયા

અમદાવાદ, 4 ઑગસ્ટ 2022: ભારતની અગ્રણી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) 30 જૂન 2022ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળાની ઓપરેશનલ અને નાણાંકીય કામગીરીની જાહેરાત કરી હતી.

સ્ટેન્ડઅલોન ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સ:

વિગતોUoMQ1 FY23Q1 FY22% Change
YoY
ઓપરેશનલ પર્ફોર્મન્સ
વેચાણ વોલ્યુમ MMSCM18314031%
CNG વેચાણMMSCM1096861%
PNG વેચાણMMSCM74723%
નાણાકીય વિગતો
ઓપરેશન્સમાંથી આવકINR Cr1,110522113%
નેચરલ ગેસની કિંમતRs Cr785245221%
EBITDAINR Cr2282156%
કર પહેલાંનો નફોINR Cr185185
કર પછીનો નફોINR Cr138138

 પરિણામોની ટૂંકમાં સમજણ FY23 Q1 FY23 (Y-o-Y)

  • નવા CNG સ્ટેશનોના ઉમેરાને કારણે CNG વોલ્યુમમાં 61% નો વધારો થયો છે
  • નવા ગ્રાહકોના ઉમેરાને કારણે PNG વોલ્યુમ 3% વધ્યું છે
  • વેચાણ કિંમતમાં વધારા સાથે ઉચ્ચ વોલ્યુમના કારણે આવકમાં 113% નો વધારો
  • EBITDA 6% વધ્યો
  • Q1 FY23 માં APM ભાવમાં નોંધપાત્ર વધારો થતા R-LNG કિંમતો, તેમજ ક્વાર્ટર દરમિયાન APM ગેસની ઓછી ફાળવણીને કારણે ગેસની કિંમત તેમજ કુલ માર્જિન પર અસર પડી છે.
  • ATGL એ તેના ગ્રાહકો અને શેરધારકોના હિતને ધ્યાને લઈ ગેસની ખરીદ કિંમતમાં અચાનક ઉછાળાની અસરના કારણે છૂટક કિંમતના સુધારાને સંતલિત કર્યા છે.
  • CGD એકમોને APM ગેસ ફાળવણીમાં ઉણપના પડકારોને જોતાં, MoPNG એ APM ફાળવણી અને કિંમત નિર્ધારણ નીતિમાં સુધારાને સૂચિત કર્યા છે. હવે CGDને અગાઉના 6-મહિનાની સરેરાશને બદલે અગાઉના ક્વાર્ટરના સરેરાશ વપરાશના 5% સુધી ગેસ ફાળવણી આપવામાં આવી છે. જેનાથી APM ગેસની વધુ ફાળવણી મેળવવામાં CGD ને ફાયદો થશે.
  • વધુમાં APM ગેસ યુનિફાઈડ બેઝ પ્રાઈસમાં ઉપલબ્ધ થશે જેને કેલેન્ડર મહિનાની દરેક 1લી તારીખે સૂચિત કરવામાં આવશે.

અદાણી ટોટલ ગેસના સીઈઓ શ્રી સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે “મુખ્યત્વે ભૌગોલિક રાજકીય પરિબળો તેમજ સમગ્ર વિશ્વમાં પુરવઠાની અછતને કારણે ઇનપુટ ગેસના ભાવોમાં વધારો CGD ઉદ્યોગ માટે પડકારજનક છે, નજીકના ભવિષ્યમાં પણ તે ચાલુ રહેવાની સંભાવના છે. ગેસના ભાવમાં થયેલા અચાનક ઉછાળાના કારણે ATGLએ ગ્રાહકોના હિતને ધ્યાને લઈ તેની વેચાણ કિંમતમાં વધારો માપાંકિત કર્યો છે.”  તેમણે ઉમેર્યુ હતું કે, “ટીમ ATGL 6 લાખ PNG ઉપભોક્તાઓનો આંક વટાવીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોરચે ડિલિવરી કરવામાં સ્થિતિસ્થાપક રહી છે અને નવા 15 CNG સ્ટેશન ઉમેરતા તે વધીને કુલ 349 CNG સ્ટેશન થયા છે.

નાણાંકીય મોરચે વોલ્યુમમાં 31% વૃદ્ધિ સાથે ATGL તેના ઓપેક્સને ઑપ્ટિમાઇઝ કરીને તેની નફાકારકતા ટકાવી રાખવામાં સક્ષમ રહી છે. ATGL ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જેથી તે ભવિષ્યમાં વધુમાં વધુ ગ્રાહકોને સેવા આપવા તૈયાર રહી શકે અને ગેસ આધારિત અર્થતંત્રમાં રાષ્ટ્રના વિકાસ યાત્રામાં યોગદાન આપી શકે.

સંબંધિત લેખો

Most Popular