
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર યથાવત – 100થી વધુ માર્ગો અવરોધિત બન્યા, સ્થાનિક તથા પ્રવાસીઓને નદી પાસે ન જવાની સૂચના અપાઈ
- હિમાચલ પ્રદેશમાં વરસાદનું તાંડવ
- 147 જેટલા માર્ગો વરસાદના કારણે પ્રભઆવિત
- પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય
શિમલાઃ- દેશભરના પહાડી રાજ્યો હાલ ભારે વરસાદના કહેર જીલી રહ્યા છએ આવી સ્થિતિમાં ખાસ કરીને હાલ હિમાચલ પ્રદેશ જોવા મળી રહ્યું ચે જ્યારે વિતેલી રાતથી શરુ થયેલો વરસાદ અવિરત પણs ચાલું છે,જેના કાણે અનેક રસ્તાઓ ઘોવાયાૈ છે તો કેટલાક રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
અતિશય વરસાદના કારણે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.ભારે વરસાદને કારણે મંગળવારે સવાર સુધી વિવિધ સ્થળોએ ભૂસ્ખલન થતાં 147 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. એક તરફ જ્યા ચારેતરફ વરસાદનું પાણી છે તો બીજી તરફ પીવાના પાણી માટે વલખા મારવા પજડી રહ્યા છે તો કેટલાક જીલ્લાઓમાં વિજળી પુરવઠો પણ ખોરવાયો છે.
વરસાદના કારણે અનેર નાર્ગો અવરોધિત બન્યા છે જેમાં ચંબામાં 33, શિમલામાં 32 અને સિરમૌર જિલ્લામાં 21 રસ્તાઓ અવરોધિત છે. બીજી તરફ હવામાન કેન્દ્ર શિમલાએ આજે રાજ્યમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 25 ઓગસ્ટ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે
આ સાથે જ સ્થાનિક તેમજ અહી આવતા લોકોને અનેક નદીઓથી દૂર રહેવાની સૂચનાઓ અપાઈ છે. આ સાથએ જ સમગ્ર રાજ્યમાં 30 ઓગસ્ટ સુધી હવામાન ખરાબ રહેવાની શક્યતા છે.
અનેક નદીનું જળ સ્તર વધતા હવામાન વિભાગે આપી પૂરની ચેતવણી
જીલ્લાની અનેક નદીઓ અને નાળાઓમાં પાણીથી છલકાયા છે જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂરનો ભય વર્તાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કાંગડા, ચંબા, મંડી, કુલ્લુ, શિમલા, સોલન, કિન્નૌર અને સિરમૌરના ઘણા ભાગોમાં અચાનક પૂરની ચેતવણી આપી છે.અસરગ્રસ્ત જીલ્લાઓમાં કુલુ,મનાલી,કાંગડામંડી ,ચંબા,સોલન વગેરેનો સમાવેશ થાય છે.આ જીલ્લાઓમાં વરસાદના કારણે ભૂસ્ખલની ઘટનાઓ પણ બનવા પામી છે જેને કારણે પણ રસ્તાઓ અવરોધિત બન્યા છે.