Homeગુજરાતીગુજરાતનવરાત્રિ પહેલા જ અમદાવાદના લો ગાર્ડનના માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા ભીડ જામી

નવરાત્રિ પહેલા જ અમદાવાદના લો ગાર્ડનના માર્કેટમાં ચણિયાચોળી ખરીદવા ભીડ જામી

અમદાવાદ : મા આદ્યશક્તિની આસ્થા અને ઉપાસનાના પર્વ નવલી નવરાત્રીનો બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓએ આગવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની નવરાત્રીની વિશ્વમાં એક આગવી ઓળખ બની ગઈ છે. વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ પણ નવરાત્રીને કહેવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરની યુવતીઓમાં નવરાત્રીનો એક આગવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના લો ગાર્ડન વિસ્તારમાં ચણિયાચોળીની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી રહી છે. આ વખતે અવનવી ડીઝાઈનવાળી ચણિયોચોળી બજારમાં જોવા મળી રહી છે.

અમદાવાદ શહેરના લો ગાર્ડન બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો નવરાત્રિમાં પહેરવા માટે નીતનવી ડિઝાઇનવાળી ચણિયાચોળી ખરીદવા માટે આવી રહ્યા છે. અહીં દર વર્ષે ચણિયા ચોળીની નવી ડિઝાઇનો જોવા મળે છે. લો ગાર્ડનનું ફુટપાથ બજાર એટલુ જાણીતું છે કે લોકો બહારગામથી પણ ખરીદી કરવા માટે આવે છે. નવરાત્રિને હવે બે જ દિવસ બાકી રહી ગયા છે, ત્યારે નવી ચણિયાચોળી ખરીદવા માટે લો ગાર્ડનમાં પડાપડી થઈ રહી છે.

આ વર્ષે નવરાત્રિમાં બાંધણી અને પટોળાના પ્રિન્ટવાળી વજનમાં હલકી હોય તેવી ચણીયાચોળીની ડિમાન્ડ વધુ છે. સાથે જ એંકલ લેંથ અને ડિજીટલ પ્રિન્ટની ડિઝાઇનર ચણિયાચોળી, ડિઝાનર બ્લાઉઝ, શોર્ટ બેકલેસ બ્લાઉઝનો પણ ટ્રેન્ડ છે. હેવી ભરતકામ કરતા રંગબેરંગી લાઇટ કલર વર્ક લોકોને વધુ પસંદ આવી રહ્યું છે.  બીજી તરફ કુર્તા અને કોટી પણ ભારે ડિમાન્ડમાં છે. આ કુર્તા પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે. છોકરામાં હાથના લટકણ, વર્ક વાળી ટોપી કે વિવિધ હાથ પગના લટકણ અને વર્કવાળી કોટી ટેન્ડમાં છે. અને હેવી દુપટ્ટા પણ ડિમાન્ડમાં છે. જ્યારે આ વર્ષે નાના લાઇટ ધરેણાની સાથે લાંબા અને હેવી જ્વેલરીનો પણ ટ્રેન્ડ છે. તો ગળાબંધ ચોકર વધારે ડિમાન્ડમાં છે.  નાના બાળકો માટેની પણ ચણિયાચોળી અને કેડીયા ડિમાન્ડમાં છે. સાથે ટ્રેડિશનલ પર્સ અને મોજડીની પણ ખરીદી લોકો કરી રહ્યા છે. આ ખેલૈયાઓ મનમૂકી ગરબા રમવા માટે તૈયાર છે. ખરીદી કરવા માટે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img