Homeગુજરાતીદિવાળી પહેલા જ જનતા પર મોંધવારીનો માર - અમૂલ દૂધના ભાવમાં પ્રતિ...

દિવાળી પહેલા જ જનતા પર મોંધવારીનો માર – અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર રુપિયા 2 નો વધારો

  • અમૂલ દૂધના ભાવમાં વધારો
  • દિવાળી પહેલા જ જનતા પર વધુ મોંધવારીનો માર

દિલ્હીઃ-  દેશભરમાં એક તરફ દિવાળીનો પર્વ આવી રહ્યો છે.તો બીજી તરફ દરેક ચીજ વસ્તુઓના ભાવ આસમાન પર પહોંચી ચૂક્યા છે. ત્યારે શાકભઆજીના ભઆવે ગૃહિણીના બજેટ ખોરવ્યા છે તો હવે વધુ મોંધવારીનો માર સહન કરવાનો જનતાનો વખત આવ્યો છે,કારણ કે રોજીંદા જીવનમાં વપરાશમાં લેવાતા દૂધના ભાવમાં વધારો ઝિંકાયો છે,

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમૂલ દૂધના ફુલ ક્રીમ ભાવમાં પ્રતિ લીટરે રુપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે હવે 61 રુપિયા લીટરને બદલે 1 લીટર દૂધનો ભાવ 63 પર પહોંચી ચૂક્યો છે. આ પહેલા પણ  17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.જ્યારે હવે આ નવા ભાવ આજથી એટલે કે શનિવારના રોજથી લાગૂ કરવામાં આવશે.

જાણકારી પ્રમાણે કંપનીએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે તેણે તેના ફુલ ક્રીમ દૂધ અને ભેંસના દૂધમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. જો કે આ વધારો ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં એક સાથે કરવામાં આવ્યો છે. અમૂલે આ રીતે ત્રીજી વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે તહેવારો પહેલા આ નિર્ણયને સામાન્ય જનતા ના પોકેટ પર ભાર વધાર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments