1. Home
  2. ગુજરાતી
  3. Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન
Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

Amazon Black Friday Sale: Amazon : 40 દેશોમાં એમેઝોન વિરોધી પ્રદર્શન

0
Social Share

નવી દિલ્હી:  ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના કર્મચારીઓ અમેરિકા, યુરોપ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત લગભગ 40 દેશોમાં રસ્તા પર ઉતરી વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમની માંગણી છે કે તેમને કંપની સારો પગાર અને કામનું સારું વાતાવરણ પ્રદાન કરે. કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે, તેથી પગાર ધોરણ પણ એ મુજબ મળવું જોઈએ. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, બ્લેક ફ્રાઈડે સેલ દરમિયાન આ તમામ દેશોમાં એમેઝોનના હજારો કર્મચારીઓ કંપનીના વેરહાઉસની બહાર પ્રદર્શન કરશે. ખરેખર બ્લેક ફ્રાઈડે સેલ એ ઓનલાઈન શોપિંગ માટેનો સૌથી વ્યસ્ત સમય છે. આવી સ્થિતિમાં કર્મચારીઓના પ્રદર્શનની કંપનીના બિઝનેસ પર મોટી અસર પડી શકે છે.

હડતાળને કારણે ઉત્પાદનોની ડિલિવરીને અસર થશે.

આ વિરોધ પ્રદર્શનના આયોજકોમાંના એક યુએનઆઈ ગ્લોબલ યુનિયનના જનરલ સેક્રેટરી ક્રિસ્ટી હોફમેને જણાવ્યું હતું કે, “એમેઝોન માટે તેની ખોટી અને અસુરક્ષિત પ્રથાઓને તાત્કાલિક બંધ કરવાનો સમય છે, કર્મચારીઓ  કાયદાનો આદર કરે છે અને પોતાના કામને સુધારવા ઈચ્છુક કર્મચારીઓ સાથે એમેઝોને વાત કરવી જોઈએ.

જાણવા મળ્યું  છે કે, ફ્રાંસ અને જર્મનીમાં યુનિયનોના પ્રમુખ યુરોપિયન બજારોમાં શિપમેન્ટને રોકવાના ઉદ્દેશ્યથી  સાથે 18 મુખ્ય  વેરહાઉસ પર એક સાથે હડતાલ કરશે. એક કર્મચારીએ કહ્યું કે, એમેઝોનના આ અલ્ગોરિધમથી કર્મચારીઓ ઘણા દબાણમાં છે. તે કામદારો વચ્ચે ભેદ પાડતું નથી, પછી ભલે તે જૂનાં હોય કે નવાં. કર્મચારીઓ રાત્રે પોતાની ક્ષમતા અનુસાર કામ કર્યું કે નહીં, તેના વિચારોમાં જાગતાં રહે છે.

અમેરિકાના 10થી વધુ શહેરોમાં થશે પ્રદર્શન.

યુએસના 10 થી વધુ શહેરોમાં અને ન્યુયોર્કના ફિફ્થ એવન્યુ પરના એક એપાર્ટમેન્ટ બ્લોકની બહાર વિરોધ પ્રદર્શન અને રેલીઓ થશે. જ્યાં એમેઝોનના સ્થાપક જેફ બેઝોસનું એપાર્ટમેન્ટ છે. ભારતમાં પણ ઘણી રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે જાપાનમાં, તાજેતરમાં રચાયેલા યુનિયનના સભ્યો ટોક્યોમાં કંપનીના રાષ્ટ્રીય મુખ્યાલયની સામે વિરોધ કરશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code