1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાભરમાં PM મોદીનું પ્રભુત્વ યથાવત, 22 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને બન્યા સૌથી લોકપ્રિય નેતા
દુનિયાભરમાં PM મોદીનું પ્રભુત્વ યથાવત, 22 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને બન્યા સૌથી લોકપ્રિય નેતા

દુનિયાભરમાં PM મોદીનું પ્રભુત્વ યથાવત, 22 દેશોના દિગ્ગજોને પાછળ છોડીને બન્યા સૌથી લોકપ્રિય નેતા

0
Social Share

દિલ્હી:વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે.ફરી એકવાર પીએમ મોદી વિશ્વના ટોચના નેતાઓના રેટિંગમાં સૌથી આગળ છે.એટલું જ નહીં પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ પીએમ ઋષિ સુનકને પણ પછાડીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે.

પીએમ મોદીએ લોકપ્રિયતાના મામલે 22 દેશોના દિગ્ગજ નેતાઓને પાછળ છોડી દીધા છે. તાજેતરના સર્વે અનુસાર, પીએમ મોદીને પુખ્ત વસ્તીમાં 78 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. પીએમ મોદી પછી બીજા નંબર પર મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રાડોર છે.68 ટકા પુખ્ત વયના લોકોએ તેમને તેમની પ્રથમ પસંદગી જણાવી. આ પછી ત્રીજા નંબર પર સ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલેન બેરસેટ છે. તેને 62 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. યુએસ સ્થિત વૈશ્વિક સર્વેક્ષણ કંપની મોર્નિંગ કન્સલ્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ 58 ટકા રેટિંગ સાથે આ યાદીમાં ચોથા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા 50 ટકા રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.

આ રીતે સૌથી વધુ વિકાસશીલ દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ ટોચના 5 નેતાઓની યાદીમાંથી બહાર છે.તે જ સમયે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 9મું સ્થાન મળ્યું છે.તેને 40 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. ઋષિ સુનકને માત્ર 30 ટકા રેટિંગ મળ્યું છે.સર્વેમાં લગભગ 76 ટકા લોકોનું કહેવું છે કે,પીએમ મોદી દેશને સાચી દિશામાં લઈ જઈ રહ્યા છે.આ નવીનતમ સર્વે 26 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી, 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code