- કેદારનાથમાં સુરક્ષા દળોએ યોગડે ઉજવ્યો
- સેનાના જવાનો અને શ્રદ્ધાળુઓએ સાથએ કર્યા યોગ
દહેરાદૂનઃ- આજે વિશ્વ આખું યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતમાં આના આ દિવસનું ખાસ મહત્વ છે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે ત્યારે દેશના વિવિધ ભાગોમાં આ દિવસની શાનદાર ઉજવણી થઈ રહી છે,સેનાનાનો જવાનો હોય કે મંત્રીઓ કે નેતા હોય તમામે તમામ લોકો યોગના કાર્યક્મમાં હાજર રહી યોગ કરતા જોવા મળ્યા હતા.
ઉત્તરાખંડ પોલીસે યોગ દિવસના ખાસ ફોટોઝ પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં બાબા કેદારનાથના ધામમાં તહેનાત સુરક્ષાકર્મીઓ અને બાબાના દર્શન કરવા આવેલા ભક્તોએ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા
જો ઉત્તરાખંડના ભગવાન ભોલેના ધાન કેદારનાથની વાત કરીએ તો અહી સુરક્ષામાં હાજર સેનાના જવાનોએ પણ યોગ દિવસ મનાવ્યો હતો ખાસ કરીને અહી આવતા શ્રદ્ધાળુઓ સાથે સેનાના જવાનોએ યોગ કરીને આ દિવસની ઉજવણી કરી હતી.


