1. Home
  2. ગુજરાતી
  3. ફિલ્મ ‘ગદર 2’ના એડવાન્સ બૂકિંગનું શાનદાર ઓપનિંગ, સિમેનાઘરોમાં ફિલ્મ ઘમાલ મચાવાની તૈયારીમાં
ફિલ્મ ‘ગદર 2’ના એડવાન્સ બૂકિંગનું શાનદાર ઓપનિંગ, સિમેનાઘરોમાં ફિલ્મ ઘમાલ મચાવાની તૈયારીમાં

ફિલ્મ ‘ગદર 2’ના એડવાન્સ બૂકિંગનું શાનદાર ઓપનિંગ, સિમેનાઘરોમાં ફિલ્મ ઘમાલ મચાવાની તૈયારીમાં

0
Social Share

મુંબઈઃ-  સનિ દેઓલ અને અમિષા પટેલ સ્ટાર ફિલ્મ ગદર 2 ઘણા સમયથી ચર્ચામાં છે આ ફિલ્મનું હવે એડવાન્સ બુકિંગ પણ શરુ થી ચૂક્યું છે ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા પણ વધી છે.

ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને ફિલ્મ નિર્દેશક અનિલ શર્માએ એડવાન્સ બુકિંગ અંગે અપડેટ આપી છે. તેમણે કહ્યું કે જયપુરનું રાજ મંદિર આખા અઠવાડિયા માટે બુક કરવામાં આવ્યું છે. જ્યારે INOX, PVR અને અન્ય મલ્ટીપ્લેક્સમાં બુધવાર સાંજથી બુકિંગ શરૂ થશે. અનિલ શર્માએ ‘ગદર 2’ પર આટલો પ્રેમ વરસાવવા બદલ દર્શકોનો આભાર માન્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને UA સર્ટિફિકેટ મળ્યું છે, એટલે કે કોઈપણ તેને જોઈ શકે છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં મંગળવારથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ‘ગદર 2’ના એડવાન્સ બુકિંગના પહેલા દિવસના આંકડા સામે આવ્યા છે,જેના જોતા જ કહી શકાય કે આ ફિલ્મ શાનદાર ઓપનિંગ કરવાની તૈયારીમાં જોવા મળે છે.

‘ગદર 2’ની જાહેરાત થઈ ત્યારથી, લોકો ફરી એકવાર તારા સિંહ અને સકીના (અમિષાની અમર પ્રેમ કથાનો આગામી ભાગ જોવા માટે ઉત્સહિત થઈ ગયા છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ એ જ દિશામાં ઈશારો કરી રહ્યું છે. , ફિલ્મ ‘ગદર 2’ની 10 હજાર ટિકિટો માત્ર શરૂઆતના દિવસ  જ વેચાઈ છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 25 લાખની કમાણી કરી લીઘી છે જેને જોતા ફિલ્મ શાનદાર ઓપનિંગ કરે તેવી ઘારણાઓ સેવાઈ રહી છે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code