Homeગુજરાતીમીકા સિંહ માટે “પૈસો પરમેશ્વર”, રાષ્ટ્રહિતને અવગણી પાકિસ્તાનમાં કર્યું પરફોર્મ

મીકા સિંહ માટે “પૈસો પરમેશ્વર”, રાષ્ટ્રહિતને અવગણી પાકિસ્તાનમાં કર્યું પરફોર્મ

જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો પાછો ખેંચવો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના નિર્ણયથી પાકિસ્તાનમાં બેચેની વદી છે. પાકિસ્તાન એટલી હદે ભારતની સામે ખુન્નસ દાખવવા લાગ્યું છે કે તેણે ભારતને પરિણામ ભોગવવાની ધમકીઓ આપી છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાની પુરી કોશિશ કરી રહ્યું છે અને ગત સપ્તાહે તેણે ભારતની સાથે કૂટનીતિક સંબંધોને ઘટાડવાની ઘોષણા કરી હતી.

આટલું જ નહીં, પાકિસ્તાને પોતાને ત્યાં બોલીવુડની ફિલ્મોનું સ્ક્રીનિંગ પણ સંપૂર્ણપણે રોકી દીધું છે. કાશ્મીર પર લેવામાં આવેલા નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં તણાવ પોતાના ચરમ પર છે, ત્યાં હજી પણ કેટલાક લોકો માટે પોતાના અંગત હિત દેશહિતથી ઉપર હોવાનું દેખાય રહ્યું છે. દુર્ભાગ્યે જે બોલીવુડને પાકિસ્તાને પોતાને ત્યાં પ્રતિબંધિત કર્યું છે, તે બોલીવુડનો હિસ્સો ગણાતા મીકા સિંહ જેવા કલાકારો નાણાં માટે પાકિસ્તાનમાં જઈને પરફોર્મન્સ આપી રહ્યા છે.

હાલના દિવસોમાં મીકા સિંહનો એક વીડિયો સોશયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, તેમા મીકા સિંહ પાકિસ્તાનના કરાચી શહેરમાં એક ખાસ ઈવેન્ટમાં પરફોર્મ કરતો દેખાઈ રહ્યો છે. અહેવાલ મુજબ, મીકા સિંહ કરાચીના અબજોપતિની દીકરીના નિકાહમાં પરફોર્મ કરવા માટે પહોંચ્યો હતો અને જણાવવામાં આવે છે કે આ અબજ પતિ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફનો સગો છે અને મીકા સિંહને પરફોર્મ કરવા બદલ 150 હજાર અમેરિકન ડોલર આપ્યા છે.

પાકિસ્તાને તાજેતરના તણાવમાં સમજૌતા-થાર એક્સપ્રેસ બોલીવુડની ફિલ્મો અને ભારત સાથેના વેપાર પર રોક લગાવી છે. આ સિવાય ભારતની સંસ્કૃતિનું પ્રદર્શન કરતા કોઈપણ પ્રકારના કાર્યક્રમ પર પણ રોક લગાવવામાં આવી છે. ત્યારે મીકા સિંહનું પાકિસ્તાનમાં જઈને પરફોર્મ કરવું સોશયલ મીડિયા પર લોકોના આક્રોશનું કારણ બન્યું છે.

https://twitter.com/rudrasquad/status/1160287294248505344?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1160287294248505344&ref_url=https%3A%2F%2Fhindi.rightlog.in%2F2019%2F08%2Fmika-singh-performance-in-pakistan-02%2F
https://twitter.com/Hindu_Vedas/status/1160274965272264705?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1160274965272264705&ref_url=https%3A%2F%2Fhindi.rightlog.in%2F2019%2F08%2Fmika-singh-performance-in-pakistan-02%2F

મીકા સિંહ દ્વારા પાકિસ્તાનમાં જઈને પરફોર્મ કરવાના મામલે પાકિસ્તાનમાં પણ લોકો ઈમરાન ખાનને પુછી રહ્યા છે કે આખરે મીકા સિંહને પાકિસ્તાનના વીઝા કેવી રીતે આપવામાં આવ્યા?

મહત્વપૂર્ણ છે કે 2017માં મીકા સિંહે અમેરિકામાં પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પરફોર્મ કર્યું હતું અને તેને કારણે પણ તે ટીકાનો ભોગ બન્યો હતો. તે વખતે સીમા પર પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગને કારણે નાગરિકો અને સૈનિકોના જીવ જઈ રહ્યા હતા, પરંતુ મીકા સિંહે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પરફોર્મ કરીને પાકિસ્તાન પ્રેમ જાહેર કર્યો હતો. તે વખતે અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ તેની આકરી નિંદા કરી હતી. તે વખતનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તે એક પાકિસ્તાની સિંગર રેહાન સાથે પોતાના કાર્યક્રમ સંદર્ભે જણાવતો દેખાઈ રહ્યો હતો અને એક સ્થાન પર હમારા પાકિસ્તાન કહેતો પણ દેખાઈ રહ્યો હતો. મીકા સિંહની આવી હરકતને કારણે ભારતમાં તેના ફેન્સ ખૂબ નારાજ થયા હતા.

સંબંધિત લેખો

Most Popular